________________
૧૬૦
દયાન એક પરિશીલન. હવે આપણે પ્રવેગાત્મક ઉપક્રમની વિચારણા નિષ્ઠાપૂર્વક અને ઉમંગથી કરીએ. લેખનમાં તે લાંબી લાગશે પણ અહીં આપેલી કેટલીક વિગત સમજવા માટે જરૂરી છે. કમને પ્રારંભ થતાં જીવનમાં હળવાશ લાગશે અને આનંદની પ્રાપ્તિ થશે. એટલે જરા નિરાંત. મળી કે ચિત્ત તે પ્રત્યે આકર્ષાયેલું રહેશે તે અનુભવ સાધકને થાય છે.
અનુભવી સદ્ગુરુ કે માગદર્શકથી પ્રેરણું પામી વિનયાન્વિત થઈ ઉમંગપૂર્વક શુભારંભ કરે. સ્થળ વગેરે પણ પ્રેરણા મળે તેવાં પસંદ કરવાં.
પતિવ્રતા સ્ત્રી પિતાના પતિ પ્રત્યે જે ઉલ્લાસ, આનંદ, ગંભીરતા, પરમ પ્રેમ અને સમર્પણભાવ રાખે છે તેથી પણ સવિશેષ સમર્પણદિ ભાવ વડે ધ્યાનમાગ પ્રત્યે પ્રયાણ કરવું. તન મન, ધનથી આ ઉપક્રમનું સેવન કરવું.
પગે ઘુંઘરું બાંધ મીરાં નાચી રે.... મન સાથે પૂર્ણભાવે કલાક બે કલાક ધ્યાનના અભ્યાસમાં તન્મય થઈ જવાથી આત્મા આનંદથી નાચી ઊઠશે અને મીરાંનું આ પદ આત્મસાત થતું અનુભવાશે, તેમાં નિઃશંક રહેવું. જો કે તે અનુભવ યથાપદવી થવાની સંભાવના છે.
શ્રદ્ધાળુ આત્માઓ શુભકાર્યમાં પરમાત્માનું કે ઇષ્ટમંત્રનું સ્મરણ કરી કાર્યને આરંભ કરે છે, તેમ આત્મકલ્યાણના આ માર્ગમાં પરમાત્માનું સ્મરણ કરી શુભારંભ કરે.
આ યાત્રામાં વયની મર્યાદા નથી, લિંગને ભેદ નથી. જો કે યુવાવયમાં કરેલે પુરુષાર્થ શીધ્ર સાધ્ય બને છે, છતાં કોઈ પણ વયે પ્રારંભ થઈ શકે છે. તેમાં સ્ત્રી-પુરુષ, યુવાન-વૃદ્ધ, રંક-શ્રીમંત, સાધક-સાધુ ઈત્યાદિ સર્વને માટે યથાપદવી સ્થાન છે. ૦ દૈનિક જીવનમાં ધ્યાનને ઉપક્રમ
૦ સમય : બ્રાહ્મમુહૂર્તમાં ૩ થી ૪-૩૦ ને સમય શ્રેષ્ઠ છે. આ સમયે જેટલી સ્થિરતા હોય તેટલે કમ લે. આ સમયે
Rય
છે કે સમય શ્રેષ્ઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org