________________
૧૬૨
ધ્યાન ઃ એક પરિશીલન ૦ સ્થળ : ધ્યાનના અભ્યાસનો આરંભ એકાંત સ્થળે, તીર્થ સ્થળે, ખુલ્લી જગામાં કે ઉઘાન જેવાં પવિત્ર સ્થળમાં કરે ઉત્તમ છે.
ગૃહસ્થે શક્ય તેટલા દિવસ (સાતથી એકવીસ દિવસ) નિવૃત્તિનો સમય લઈ અભ્યાસના વર્ગોમાં કે માર્ગદર્શકની નિશ્રામાં વરસમાં બે વાર જરૂર જવાનું રાખવું.
અથવા ગૃહસ્થને આવે અવકાશ ન હોય તે પિતાના નિવાસે શક્ય હોય તે નાની સરખી એક ઓરડીમાં મંદિર (પવિત્ર વાતાવરણ) જેવી ભાવનાથી આજન કરવું. તેમાં પરમાત્માનાં, સદ્ગુરુનાં,
વગેરેનાં સુંદર અને સાદાં પ્રતિમા કે ચિત્રપટ રાખવાં, અને તેમની ભાવપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. આ જગ્યાએ ગ્રંથ, આસન, માળા જેવાં ઉપગી સાધન સિવાય કંઈ રાખવું નહિ. આ પવિત્ર સ્થાનમાં સંસાર-વ્યવહારની વાત કરવી નહિ કે આહાર-પાણી ન લેવાં. ધ્યાન મૌન, સ્વાધ્યાય કે સત્સંગ પૂરતે જ તેને ઉપયોગ મર્યાદિત રાખવે.
શક્ય હોય તે એ ખંડમાં લીલાં કે સફેદ પાથરણું અને પડદા રાખવાં, જેથી ખંડમાં પ્રવેશ કરતાં સૌમ્ય અને શાંત વાતાવરણને અનુભવ સહેજે થતું રહેશે. આ પછી આસનસ્થ થતાં ચિત્તની એકાગ્રતા સાધવામાં સરળતા રહેશે, આજુબાજુનું વાતાવરણ શાંતિમય હોય તે ઘણું સહાયક થશે. ધૂપ દીપ વડે વાતાવરણની શુદ્ધિ જાળવવી.
આવી શકયતા કે સગવડ ન હોય તે ઘરના એક ખૂણામાં શાંતિથી ચિત્રપટ સામે બેસી શકાય તેવું આયોજન કરવું. છેવટે અગાસી કે ખુલ્લી જગા પસંદ કરવી. તે પણ ન થઈ શકે તે આસપાસમાં કઈ સત્સંગી મિત્રને ત્યાં કે જ્યાં ધ્યાનને યોગ્ય વાતાવરણ મળે ત્યાં નિયત સમયે આ કમને અભ્યાસ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org