________________
૧૭
ધ્યાનપ્રવેશની ભૂમિકા
૦ સૂક્ષ્મ મૌનઃ ઈદ્રિના વિષયથી પાછા વળવું. પ્રત્યાહારની નજીકનું આ સૂક્ષ્મ મૌન છે. મનના વિકલ્પ, વિચાર, વાસનાઓનું શમી જવું તે સૂક્ષ્મ મૌન છે. આ મૌન દ્વારા ધ્યાનનું દ્વાર ખૂલે છે અને ધ્યાનદશાની અનુભૂતિ થાય છે.
ધ્યાનઃ ઉપર મુજબના નિત્યના અભ્યાસ પછી ધ્યાન” શું છે તેને વાસ્તવિક ખ્યાલ આવશે. એક જ વિષય પર અમુક સમયની ચિંતનરૂપ સ્થિરતાને ધ્યાન કહ્યું છે. આમ કરતાં બુદ્ધિપૂર્વકનું ચિંતન શાંત થયે કેવળ આનંદને અનુભવ રહે તે ધ્યાનદશાની સિદ્ધિ છે.
તે પછી ચિત્તમાં આનંદની ધારા વહેતી રહે છે તે ધ્યાનનું સત્ત્વદર્શન છે, તેમ સુપ્રતીતપણે જાણવું. ધ્યાન પહેલાં એકાગ્રતા જરૂરી છે. લક્ષ એકાગ્રતા સુધીનું નથી. પ્રારંભમાં અનુભવાતા આનંદમાં પણ અટકી ન પડવું. પરંતુ મનની ભૂમિકાઓને વટાવી જ્ઞાતાદ્રષ્ટાભાવમાં જવાને પુરુષાર્થ સેવવે. તે પછી ધ્યાનની અનુભૂતિ સહજ છે.
ધ્યાન” પ્રાથમિક ભૂમિકાએ મૌન કે એકાગ્રતાને અભિગમ રહેશે. દીર્ઘકાળના અભ્યાસે ધ્યાનદશાને અનુભવ થશે. ઉત્તમ સાધક-સાધુ જગત પ્રત્યે ઉદાસીન થઈ નિવૃત્તિ સાધી પવિત્ર સ્થળોએ ધીરજપૂર્વક અનુભવી જ્ઞાનીના સાન્નિધ્યમાં આ કાળે ધ્યાનમાગે પ્રવેશ પામી શકે છે. તે કારણે આચાર્યોએ ધ્યાન વિષે વિસ્તારથી વર્ણન કરેલું છે, જેને અભ્યાસ વિશિષ્ટ સાધકને પરિશિષ્ટ દ્વારા કે ગ્રંથે દ્વારા કરવા વિનંતી છે. ૦ સિદ્ધિઓના પ્રગટવા સમયનાં ભયસ્થાને
આત્માનું અનંત સામર્થ્ય છે તે ચૈતન્યમય છે. અસત્-જડને જડનું સામર્થ્ય છે. આત્મા જડભાવે – અભાવે પરિણમે ત્યારે જડ-અસત્-માયા સર્વોપરિ રહે છે. જ્યારે સર્ષ ગૂંચળું વાળી પડ્યો છે ત્યારે બાળકે તેને પથ્થર મારશે, પણ જ્યાં સી ફૂફાડો કરશે ત્યાં સૌ બાળકે દૂર નાસી જશે. તેમ આત્માનું સામર્થ્ય સત્તામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org