________________
૧૭૨
ધ્યાનઃ એક પરિશીલન ગૂંચળું વાળીને રહે તેય તે શક્તિરૂપે છે. જ્યારે તે પ્રગટ થાય છે - ત્યારે દોષે આઘાપાછા થઈ દૂર ચાલ્યા જાય છે.
આત્માની શક્તિના પ્રગટ થવા સાથે વિવિધ પ્રકારનાં શુભ પુદ્ગલેના યોગે દૈહિક એટલે ત્રણે ગની શક્તિ ખીલી ઊઠે છે. તેને આત્મશક્તિ સમજવી તે ગંભીર ભૂલ છે. દેહની શક્તિઓ પ્રગટે ત્યારે લોકોમાં માન વધે છે. તે પરિસ્થિતિમાં લોકેષણામાં – માન કે પૂજામાં પડી શક્તિનું પ્રદર્શન ન કરવું. આ માર્ગ એ સૂક્ષ્મ છે કે સાધક અમુક સ્થાનેથી ચૂકે કે છેક નીચે ઊતરી પડે છે. મુંબઈ જતાં માર્ગમાં જે જે સ્ટેશને આવે તેને સૌ જુએ છે પણ વચમાં ઊતરી પડતા નથી, તેમ મુક્તિસ્થાને પહોંચવા યાત્રીને માર્ગમાં સિદ્ધિએનાં, માનાદિનાં સ્થાને આવે, તે જોઈ કે જાણી લેવાં, પણ નીચા "ઊતરીને માનાદિના પ્લેટફોર્મ પર આંટા ન મારવા કે કઈ સિદ્ધિરૂપી બાંકડા પર બેઠક ન લેવી. જે તેમ બન્યું તે ગાડી ઊપડી જશે. વળી ફરી એવી દશા આવતાં વાર લાગે છે. તે માટે સતત સાવધાન રહી કેવળ લક્ષ પ્રત્યે જ ઝૂકેલા રહેવું.
એકાગ્રતા સાધ્ય થતાં સ્વયં દેહની ઉચ્ચ શક્તિઓ મધુર ધ્વનિરૂપે, પ્રકાશરૂપે, સુગંધરૂપે, કમળતારૂપે કે મુખરસરૂપે પ્રગટ થાય ત્યારે તેમને જાણી લેવી, પણ અગ્રિમતા ન આપવી કે પ્રસિદ્ધિ ન આપવી. ગુણેને સહન કરવાથી ગુણ વિકસે છે તેમ આ શક્તિઓનું છે. પ્રારંભ જ આત્મલક્ષે કરે અને અંતિમ ધ્યેય પણ તે ' જ રાખવું.
| મન અને શરીરનું જેવું ઉત્થાન, તેટલા પ્રમાણમાં ધ્યાનમાં પ્રગતિ થાય. આત્મદશા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, નિદિધ્યાસન કરવાથી દેહભાવ ઘટે છે, માટે સતત સ્મરણમાં રાખવું કે હું દેહ • નથી, હું શુદ્ધાતમાં સ્વરૂપ છું. એવા સતત રટણમાં કેઈક પળો એવી આવશે કે સાધક શરીરથી મુક્ત છે, તેવી દશાને અનુભવ થશે.
તીર્થાટન : દરેક સાધકે વર્ષમાં એકાદ વાર અનુકૂળતાએ -તીર્થ કે પવિત્રસ્થાનમાં એકાંત મળે તેવાં સ્થળોએ નિવૃત્તિ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org