________________
૧૬૪
ધ્યાન ઃ એક પરિશીલન પરંતુ પાત્ર થવા માટે તથા સ્થિરતા માટે બાહ્ય અવલંબનની પણ કંઈક આવશ્યકતા રહે છે.
શ્વાસ એ તદ્ન નજીક શરીરમાં રહેલું પ્રાણતત્ત્વ છે. વળી શ્વાસ ઇદ્રિયાદિના વિષયે કરતાં નિર્દોષ છે. તે સહજપણે આવે છે અને જાય છે. - દીઘશ્વાસ કે શ્વાસઅનુપ્રેક્ષા તે, પ્રારંભિક અવલંબનરૂપ ઉપયોગી ક્રિયા છે. નાભિમાંથી ઊંડો શ્વાસ લે, તેને મસ્તકની મધ્યમાં સહસ્ત્રારચકમાં લઈ જવાને ભાવ કરી પછી અતિ મંદ ગતિએ પાછું વાળી નાભિકમળમાં લાવ. આમ પુનઃ પુનઃ શ્વાસપ્રશ્વાસ સાથે ચિત્તને સંલગ્ન રાખવું. શ્વાસનું નિરીક્ષણ કરવું, આમ પાંચથી પંદર વખત કરવું. જેથી, મન કે જે બહાર ભમતું હોય છે તે શ્વાસ સાથે જોડાઈને મર્યાદામાં આવશે. વળી વચમાં વિચારની સાથે મન દોડે ત્યારે પ્રયત્ન કરીને પુનઃ શ્વાસ સાથે તેને જોડવું અને શ્વાસના આવાગમનને નિહાળવું.
પ્રાણાયામ ઘણું પ્રકારના છે. સામાન્ય સાધકને આટલું પ્રજન પૂરતું થઈ પડશે. મનમાં ઊઠતા વિચાર અને શ્વાસને
એક પ્રકારને તાલબદ્ધ સૂફમ સંબંધ છે, તેથી મનને લયબદ્ધ કરવા પૂરતે શ્વાસને આધાર કેટલેક અંશે ઉપગી છે.
૦ મનની શાંતિઃ શ્વાસ સાથે કંઈક શાંત થયેલું મન હવે શાંતિથી બેસવામાં સહયોગ આપશે, છતાં વચમાં જે જે વિચારે આવે તેને જોવા અને શ્વાસની જેમ શાંતિથી પસાર થવા દેવા. વળી મનની ચંચળતા થાય ત્યારે તેને પુનઃ શ્વાસ સાથે જોડવું. આમ મનને શાંત રાખવું. શ્વાસ સાથે જોડીને શાંત તથા તાલબદ્ધ કરવા પ્રયત્ન કરે. - ૦ મંત્ર-જપ કે દેવનિરૂપ અવલંબન : બીજું અવલંબન મંત્રાદિનું લઈ શકાય. મંત્રાક્ષર ટૂંકા રાખવા. જેમ કે હમ અહમ નમઃ વગેરે પિતાના ઇષ્ટમંત્રને પ્રથમ પ્રગટ ઉચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org