________________
"૧૫૮
ધ્યાન એક પરિશીલન જ્યારે અંતર્મુખતા, આત્મભાવના અને આધ્યાત્મરુચિ જેવા ભાવે તે ધ્યાનસાધનાના સાક્ષાત્ અંગરૂપ જ છે. જગતનાં પાર્થિવ સુખે પ્રત્યેથી યથાશક્તિ વિમુખતા તે સાધકને ઔદાસીન્યભાવ છે– અનાસક્તિ છે, તે વડે ધ્યાનાભ્યાસને સુખદ પ્રારંભ થાય છે અને સફળતા પણ પ્રાપ્ત થાય છે. જ્ઞાનીઓએ આ માર્ગ માટેની કેટલીક સીમાઓ આંકી છે તેનું યથાશક્તિ અને યથામતિ પાલન કરવું એ સાધક માટે જરૂરી છે. ૦ સાધકની મનોભૂમિકા–પાત્રતા - ધ્યાનમાર્ગને સાધક સન્માર્ગને અનુસરનારો, સદાચારી અને
નીતિમાન હશે. - જીવનનિર્વાહનાં સાધનોમાં વૃત્તિસંક્ષેપી અને સંતોષી હશે. - કદાગ્રહથી, કુટેવોથી અને વ્યસનથી મુક્ત હશે. - આહારવિહારની ક્રિયાઓમાં જાગ્રત અને નિયમિત હશે. – વિષયમાં અને કષાયમાં મંદપરિણમી હશે. - આરંભ પરિગ્રહનો સંક્ષેપ હશે, તેની નિવૃત્તિને અભિલાષી હશે. – દેહભાવ અને આત્મભાવને ભિન્ન જાણનારે-વિચારનારે હશે.
મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવથી ભાવિત હશે. - આત્મા પ્રત્યે જાગૃતિ, જગત પ્રત્યે મૈત્રી અને પરમાત્મા પ્રત્યે
પ્રીતિ રાખવાવાળે હશે. - સત્સંગ અને સ્વાધ્યાયપ્રિય હશે. - એકાંતને અને તીર્થપ્રવાસને ઉદ્યમી હશે. – હિત, મિત અને અ૫ભાષી હશે. – ગુણવાન પ્રત્યે આદર-સન્માનવાળે હશે. -- ગૃહસ્થને ગ્ય દાન-દયાદિમાં પ્રવૃત્ત હશે. - પરિવાર સાથે સમતાભાવે વ્યવહાર કરતા હશે. - પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપાને ભાવ રાખવા પ્રયત્નશીલ હશે. – મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓમાં શુદ્ધિવાળો હશે. - સર્વજ્ઞ કથિત તની શ્રદ્ધાવાળે હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org