________________
૧૫૪
ધ્યાન ઃ એક પરિશીલન સાકર બેલવાથી ગળપણને સ્વાદ આવતું નથી. અગ્નિ શબ્દથી વસ્તુને બાળી શકાતી નથી. જળ બલવાથી તૃષા છીપતી નથી. લાડુની કલ્પનાથી સુધા શમતી નથી.
સૂક્ષ્મ કે સ્કૂલ દરેક પદાર્થને અનુભવ તે તેનું તત્ત્વ છે. સ્વાનુભવ તે આત્મતત્ત્વને પામવાનું રહસ્ય છે. સામાન્ય મનુષ્ય માટે ધ્યાન એ અપરિચિત માર્ગ છે, છતાં જેને આ માર્ગનું રહસ્ય પામવું છે તેને તેનું મૂલ્ય ચૂકવવું પડે છે. જીવનનું પરિવર્તન કરવું પડે છે.
આ માર્ગના સાધકને પ્રારંભમાં ડી મુશ્કેલીઓ જણાશે. પૂર્વના સંસ્કાર અને અસત્ વાસનાઓ ઊઠે ત્યારે સાધક જાગ્રત રહીને તે સંબંધી તત્ત્વવિચાર કરે છે અને અસત્ વાસનાઓને સવૃત્તિઓ દ્વારા પાછી વાળે છે. કર્મધારાના પ્રવાહને તત્વધારા વડે શાંત કરે છે. તેમ જ પૂર્વે થયેલા જ્ઞાનીઓએ પ્રતિપાદિત કરેલા આ માર્ગને વિચાર-વિનિમય દ્વારા સમજવા કે અભ્યાસ કરવા પ્રયત્નશીલ થાય છે. તત્ત્વવિચારના ઉત્પન્ન થવાથી ચિત્તશુદ્ધિ થતી રહે છે. એ શુદ્ધિ પછી ધ્યાન પ્રત્યેની રુચિ અને સ્મરણ માત્ર સાધકને આનંદ આપે છે. ગમે તેવા જીવનના સંઘર્ષોને, રાગાદિનાં નિમિત્તોને ધ્યાનના અમૃતબિંદુ વડે દૂર કરવાનું સાધકને સામર્થ્ય આવે છે.
ધ્યાનમાર્ગના અભ્યાસથી પ્રગટેલું સામર્થ્ય આત્મતત્વની આડે આવતા અંતરાયે દૂર કરવાની ગુરુચાવી છે. અજ્ઞાન, કષાય અને કલેશજનિત પરિણામે અંતરાયે છે. મલિન મન એ અંધકાર છે અને આત્મા એ જ્ઞાનત છે. જ્યાં સુધી મન મલિન છે, બહિર્ગોમી છે, ત્યાં સુધી અંતરાત્માની શક્તિઓ અપ્રગટ રહે છે. મન મરે (શાંત થાય), કાયા કરે (સ્થિરતા પામે) વાચા શમે (મૌન) આમ ત્રણે વેગ શાંત થતાં ધ્યાન શું છે તે સમજાય છે.
જ્યાં સુધી આપણે દુવૃત્તિઓ, વિકલ્પ કે વિચારે અજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org