________________
ધ્યાનનું રહસ્ય
૧૫૩ ૦ ધ્યાનના અનુભવની પળે અમૃતબિંદુ સમાન છે.
ધ્યાનની એક એક પળ અમૃતબિંદુ જેવી છે. એ પળને અનુભવ કથન કે લેખનને વિષય નથી. શુદ્ધ અસ્તિત્વના અનુભવની તે ઝલક માત્ર છે. તેને વિચાર કે વર્ણનની મર્યાદિત શક્તિથી સમજવાનો પ્રયત્ન કેમ થઈ શકે? છતાં ધ્યાનમાર્ગના પ્રવાસીને નિર્વિચાર-નિર્વિકલ્પ ધ્યાનતત્વની સમજ કથંચિત્ આવશ્યક છે. સાધકે આ વાત પ્રથમ જ સમજી લેવી કે સમ્યક સમજ કે ચિત્તની નિર્દોષતા વગર ધ્યાન એ કલ્પના માત્ર છે, અથવા ધ્યાનકિયાના જનસમૂહના પ્રવાહમાંથી ઉત્પન્ન થતું કૃતુહલ છે. તે માટે ધ્યાનદશાના અમૃતતત્ત્વનું રહસ્ય ગંભીરતાપૂર્વક સમજી લેવું જરૂરી છે.
સંસારની વાસનાઓથી ચિત્ત સંકાંત હોય અને વિવિધ પદાર્થોમાં સુખબુદ્ધિ વર્તતી હોય ત્યાં સુધી આ માર્ગની જિજ્ઞાસા થવી જ દુર્લભ છે. કદાચ ગતાનુગતિ જિજ્ઞાસા જાગે અને જે ભળતાં કે કાલ્પનિક સ્થાને સંગ થાય તે પણ ધ્યાનમાર્ગની સાચી ભૂમિકાની ઉપલબ્ધિ થવા સંભવ નથી. જ્ઞાની પાસે જ ધ્યાનમાર્ગની યથાર્થ ઉપલબ્ધિ સંભવ છે. જ્ઞાનીની યથાર્થ ઓળખ શ્રીમ રાજચંદ્રજીએ આપી છે.
“આત્મજ્ઞાન સમદશિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણુ પરમકૃત સદગુરુ લક્ષણ યોગ્ય.
આત્મસિદ્ધિ-શાસ્ત્ર ગાથા ૧૦, “સમદશિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદશિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય.
વળી કહ્યું કે “જ્ઞાનીના જ્ઞાનને વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય એમાં સંશય નથી.
જ્ઞાન બોલવાથી જ્ઞાન પ્રગટ થઈ જતું નથી. સત્ બલવાથી સત્ સમજાતું નથી. આત્મા બોલવાથી આત્મા અનુભવમાં આવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org