________________
ધ્યાનનું રહસ્ય
૧૫૫ જન્ય ભૂમિકામાં ઊઠતા રહે છે ત્યાં સુધી ચેતનાના પ્રદેશ ઉપર આવરણ આવે છે અને તે પ્રદેશ મનની ચંચળતા અનુસાર કંપતા રહે છે. એ કંપન તે બંધનનું કારણ છે. આવા ચંચળ મનને કઈ વાજિંત્રેના અવાજ સાથે કે શ્વાસ જેવા અવાજરહિત આલંબન સાથે સંલગ્ન કરવાથી કંઈક અંશે બાહ્યપણે સ્થિર કરી શકાય છે. વાસ્તવિક રીતે તેને પરાજિત કરવાને સાચો ઉપાય એક આત્મજ્ઞાન છે.
અમૃતનું એક ટીપું જીવન અર્પે છે. ટીપે ટીપે સરોવર ભરાય છે તે વાત સુવિદિત છે. તેને અર્થ ઘણે ગંભીર અને સૂચક છે. ચારે દિશામાં વરસતી વર્ષાનાં ટીપાં જ્યારે સરોવરમાં પડે છે ત્યારે અન્યત્ર નાળાંઓમાંથી તે વર્ષાનું જળ ચારે દિશામાંથી સરોવરમાં ભળે છે અને રાતેરાત સરોવર જળથી છલકાઈ જાય છે. તેમ ધ્યાનદશાની અનુભવની પળ પ્રગટે છે ત્યારે આત્માના પ્રદેશ પ્રદેશે. તેને આનંદ પ્રવાહિત થાય છે અને આત્મારૂપી અમૃતસરોવર સત્, ચિત્, આનંદરૂપી ગુણથી છલકાઈ જાય છે.
ધ્યાનની આ સંજીવની સમગ્ર જીવનમાં પરિવર્તન આણી દે છે અને અહમ આદિનું વિસર્જન થતું જાય છે. પૂર્ણ ધ્યાનદશા પ્રગટ ન થાય ત્યાં સુધી અંતરાય કરનારાં બળવાન નિમિત્તો પ્રાપ્ત થતાં, આત્મા બે-પાંચ ડગલાં પાછળ પડી જાય તેવું વચ્ચેની ભૂમિકામાં થવા સંભવ છે. માટે આવી ઉપાસના જ્ઞાની પુરુષની નિશ્રામાં, શ્રદ્ધાપૂર્વક કરવી. એક વાર અંતરાત્મા જાગી ઊઠે પછી. માર્ગ સરળ છે. ૦ ધ્યાન એ ચિત્તની નિષ્કપ દશા છે
ચિત્તસ્થિરતા થયા પછી ધ્યાનમાર્ગમાં સંકલ્પ-વિકલ્પને સહજ અંત થાય છે. સંકલ્પ-વિકલ્પ, કલ્પના કે પૂર્વ સંસ્કાર એ ભૂતકાળની સ્મૃતિમાંથી ઊઠતી એક પ્રકારની મદશા છે. તેમાં દીર્ઘકાલીન સંસ્કારે આ જન્મના સંસ્કારે, રૂઢિઓ, મિથ્યાગ્રહો, શુભાશુભભાવે વગેરેનું મિશ્રણ હોય છે. આવા મિશ્રિત ભાવે વગરની જે સભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org