________________
૧૫૦
ધ્યાનઃ એક પરિશીલન ગ અને ઉપગની તન્મયતાની ઊપજ તે કર્મધારા છે. કર્મધારા પલટીને જ્ઞાનધારારૂપે પ્રગટ થાય છે ત્યારે વેગ-ઉપગની બાહ્ય પ્રવૃત્તિઓને વિસ્તાર સંકેચાય છે. જેમ જેમ ઉપગ જ્ઞાનમય. શુદ્ધ થતું જાય છે તેમ તેમ ચિત્તની સ્થિરતા વધતી જાય છે. ઉપગની સ્થિરતા થતાં યુગો પણ સ્થિર થઈ જાય છે. ધ્યાનને આ એક પ્રકાર છે.
જ્ઞાનધારા વડે મનની સ્થિરતા થાય છે. મન વડે વચનવિચારની સ્થિરતા થાય છે. અને પદ્માસન કે કાર્યોત્સર્ગની (ઊભા ઊભા શરીરની ક્ષમતા રાખી ચિંતનમાં જોડાવું) કાયાની સ્થિરતા થાય છે. ત્રણે યુગોની સ્થિરતા થવાથી ઉપયોગની સ્થિરતા થાય છે.
યેગ-ઉપગની સ્થિરતાના અભ્યાસ માટે ધ્યાનને ઉપક્રમ અને શુદ્ધ અવલંબને સહાયક છે. દીર્ઘકાલીન અભ્યાસ વડે યેગ-ઉપયોગનું સ્થિર થવું તે ધ્યાનનું સત્ત્વ છે. ૦ ધ્યાન એ શુદ્ધ ચેતનાની અનુભૂતિ છે.
ધર્મધ્યાન એ આત્માના સ્વરૂપને સ્પર્શવાને ઉપાય છે. ધ્યાનદશા એ સસ્વરૂપમય છે. ધ્યાન દ્વારા સાધક આત્માનાં પરિણામે નિર્મળ જળ જેવાં કે સ્ફટિક શિલા જેવાં પારદશી થઈ જાય છે. સ્ફટિક શિલા સઘન છતાં પારદશી હોવાથી તેની આરપારના પદાર્થો ચક્ષુચર થાય છે તેમ ધ્યાનના અનુભવી સાધકનાં પરિણામે નિર્મળ થવાને કારણે ધ્યાનસાધકની જ્ઞાનની અભિવ્યક્તિ પારદશી થઈ જાય છે, અને સ્વ-પરના ભેદને યથાર્થપણે જાણે છે, જુએ છે અને સમજે છે; છતાં પણ સાધકનાં પરિણામે તે તે પદાર્થરૂપે કે ભાવરૂપે પરિણમતાં નથી. શુદ્ધ ચૈતન્યની જ્ઞાનધારાનું આ રહસ્ય છે.
સામાન્ય રીતે પ્રારંભમાં સાધકને મહાપુરુષાર્થ દ્વારા દુવૃત્તિએને નિરોધ કરવા પડે છે. દુર્વત્તિઓ દુષ્ટ મનનું-વિભાવભાવનું કારણ છે તે સાચું છે. પરંતુ એક ગુલાબના છોડ નજીક ગંદકી થઈ હોય તેય ગુલાબ તેની સુગંધ અને સૌંદય ત્યજી દેતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org