________________
૧૪૪
ધ્યાન : એક પરિશીલન. આંતરિક અવલંબનસહિત સવિશેષ સ્થિરતા પ્રાપ્ત થવા પામે છે. પ્રારંભમાં આંતર-બાહ્ય સ્થૂલ અવલંબન હેય છે. પરંતુ દીર્ઘકાળના અભ્યાસ વડે ચિત્તની સ્થિરતા સવિશેષ થાય છે ત્યારે ચિંતનરૂપ કે કેવળ અંતરંગ સ્વરૂપનું અવલંબન સાધ્ય થાય છે. આ અનુભવ સાધકને થાય છે તે નિઃસંશય છે.
ત્યાર પછી સમાધિની (ધ્યાન-ધ્યાતાની એક્તારૂપ અવસ્થા) મહાત્માઓને પ્રાપ્ત હોય છે. સમ્યફવંત આત્મા તેની ઝલક પામવાને યોગ્ય હોય છે.
આ પ્રમાણે અષ્ટાંગયેગની ઉપયોગિતાનો સ્વીકાર કરી યથાશક્તિ અને યથામતિ તેને અભ્યાસ કરે. કેગનાં એક એક અંગ. એ સીડી જેવાં છે, તે દરેક અંગોને આત્મલક્ષી અભ્યાસ પરમપદની પ્રાપ્તિમાં સહાયક છે.
પંચાચાર આદિ આઠે અંગેનું શુદ્ધપણે પાલન તે રાગ. છે. રાજયેશના અન્ય પ્રકારનું સેવન તે ભ્રમ માત્ર છે. અહિંસાદિના. પૂર્ણ આચારસહિતને રાજગ, તે ધ્યાનમાર્ગને સહાયક છે.
અંતમાં ચિત્તવૃત્તિનિરોધ કરવાને ટૂંકે માર્ગ શું છે? શ્રીકૃષણે અર્જુનને ઉપદેશમાં કહ્યું છે કે રખડતા આખલા જેવા મનને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય બે સાધન છે, તેમાં ભક્તિ આદિ અવલંબનો સહાયક છે. જે પરમતત્વ પ્રત્યે પ્રેમાર્પણ થાય તો વૈરાગ્ય સહેજે પ્રગટે છે. તેની નિશ્રામાં મનને કેળવવાને અભ્યાસ વાસનાને જય કરે છે. અર્થાત ચિત્તની વૃત્તિઓનું સમાઈ જવું અને આત્મા આત્મભાવે વિલસે તે ધ્યાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org