________________
મોક્ષ પ્રત્યે પ્રર્વતન એ વેગ છે
૧૪૧ તે ઘણું થયા. તેઓ સર્વ કસોટી પાર કરી અંતે મહષિપણે પ્રગટ થઈ ગયા. આ યુગના આવા મહાન યોગી પુરુષનાં જીવનચરિત્રોથી પૂર્વના આરાધનનું રહસ્ય સમજાય છે૦ તે માનવજીવનની કિંમત ફટી બદામની નહિ રહે. – એક દષ્ટાંત
ગાભ્યાસ દૈહિક શક્તિના પ્રદશન કે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નથી. દેહાધ્યાસની પ્રબળતા તેડવા માટે જ એ એક ક્રમ છે, નહિ તે તેની કિંમત એક ફૂટી બદામની નહિ રહે.
સ્વામી વિવેકાનંદ એક વાર એક નદી પાર કરવા નાવની. પ્રતીક્ષામાં કિનારે ઊભા હતા. તે દરમ્યાન ત્યાં એક સંન્યાસીને મેળાપ થયો. સ્વામીની તેજસ્વી મુખમુદ્રા જોઈ સંન્યાસીને આ શિષ્ય મેળવવાની આકાંક્ષા થાય તે સ્વાભાવિક છે. તેથી તેણે સ્વામીજી સાથે પરિચય કર્યો અને જણાવ્યું કે, “નદી પાર કરવામાં નાવની પરાધીનતા શા માટે રાખે છે? બેટા, તું મારી પાસે સાત વર્ષ રહી, યોગસાધના કરે છે તે સ્વયં પગ વડે જ નદી પાર કરી શકે. તને નાવની આવશ્યકતા નહિ રહે.
સ્વામીજીએ એક પણ ક્ષણના વિલંબ વગર વિનયપૂર્વક પ્રત્યુત્તર વાળ્યું કે, “જે કામ એક આનાથી ફક્ત પંદર મિનિટમાં શક્ય છે તેને માટે સાત વર્ષ ગાળવાની મને જરૂર જણાતી નથી, વળી નાવના ઉપયોગથી નાવિકને રોજી મળવાની છે અને સાત વર્ષ હું પરમાત્માની ભક્તિ અને જનતાની સેવા કરીશ તે. તેમાં કલ્યાણ છે.”
ગાભ્યાસ વગર જ જળચર પ્રાણીઓ પાણીમાં તરે છે. યોગાભ્યાસ જે માત્ર આવાં કાર્યો માટે હોય તે તે નિરર્થક છે. માટે ગાભ્યાસીએ કેવળ આત્મશુદ્ધિ અને આત્મસમાધિને લક્ષે જ સાધના કરવી. સાધકે તે પાત્રતાની વૃદ્ધિ થવા માટે આ સાધનાને સહારો લે. ધ્યાનમાર્ગમાં આગળ વધવા, ગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org