________________
મોક્ષ પ્રત્યે પ્રવર્તન એ યોગ છે
૧૩૯ શકતી નથી. તે માટે તેને આકાર આપવું પડે છે. તેમ યોગાભ્યાસ પૂર્વના સુસંસ્કારને દઢ કરે છે અને નવા સંસ્કાર ઘડે છે.
ગૃહસ્થ સંસારી, પૂર્ણપણે ગાભ્યાસ ન કરી શકે તે તેણે ડી નિવૃત્તિ મેળવી પ્રારંભિક અભ્યાસ કરે આવશ્યક છે. યોગાભ્યાસીએ જીવનચર્યા સાત્વિક રાખવી, સ્વભાવ મૃદુ રાખ, પ્રેમાળ વર્તન રાખવું, નિસ્પૃહ પરોપકારની ભાવના રાખવી, નીતિમય જીવન પાળવું, યથાશક્તિ બ્રહ્મચર્ય પાલન કરવું. સદાચારી, શીલાચારી રહેવું. મિતાહારી, મિતભાષી રહેવું. આ સઘળું માનવજીવનનું સત્ત્વ છે.
યેગાભ્યાસીનું મન જાગ્રત અને સૂક્ષ્મ અવલોકી બને છે. સંવેદનશક્તિ વિકસે છે. દેડકાની જેમ કૂદકા મારતું મન કે તેફાની આખલાની જેમ રખડતું મન મેગસાધનાથી નિયંત્રણમાં આવે છે. મનને સ્વસ્થ થવા માટે કઈ પણ અવલંબન પર કેન્દ્રિત કરવાને અભ્યાસ જરૂરી છે. મન પ્રથમ શાળાએ જતા બાળક જેવું છે. શાળાએ જવાની ના પાડતા બાળકને પ્રથમ કેઈ પ્રકારે આકર્ષણ આપવામાં આવે છે, તેમ છતાં ના માને તે મા વાત્સલ્યભાવને અંતરમાં રાખી બહારથી ભય બતાવે છે તેમ મનને આત્માની શાળાએ બેસાડવા અથે ત્યાં કેવાં સુખ-શાંતિ છે તેનું આકર્ષક રૂપ સમજાવવું જોઈએ. તેનાથી તે ન સમજે તે સમભાવે તેને સંસારના પરિભ્રમણ અને તેમાં સહેવા પડતા અનેક પ્રકારના દુઃખાદિ ભયનું સ્વરૂપ સમજાવવું આવશ્યક છે. રાગાદિ ભાવો, અહંતા અને મમતા, ઇંદ્રિય વિષયેની લેલુપતા યોગાભ્યાસ માટે જીવનમાં વ્યાપેલું પ્રદૂષણ છે. તેથી જ્ઞાનસહિતની ઉદાસીનતા, (વૈરાગ્ય) ત્યાગ અને સંયમ મનના નિયંત્રણ માટે ઉત્તમ સાધનો છે. ૦ પૂર્વનું આરાધનબી – એક દષ્ટાંત
જ્ઞાની પુરુષનું કથન છે કે, દરેક જીવ આ સૃષ્ટિમાં અનંત કાળથી જન્મ-મરણરૂપ આવાગમન કર્યા જ કરે છે, એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org