________________
સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન
૮૭ આ રીતે મહાવીરશાસનની પવિત્ર કડી પદ્મનાભ-શાસન સાથે ગૂંથાઈ જશે. - શ્રેણિક, વરને ભજીને વીર બન્યું. નરકાયુષ્યને સમતાભાવે વીરતાપૂર્વક ક્ષીણ કરશે. પરમાત્મપદને પામી, જગતના કલ્યાણ માટે તીર્થનું પ્રવર્તન કરશે અને તે જન્મ પણ નિર્વાણ માટે થશે. સમ્યજ્ઞાનાદિને કમે, ઊર્ધ્વશ્રેણિની આ ચમત્કૃતિ છે.
સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી સાચું જીવન પ્રારંભ થાય છે. સાચા સુખની દિશા સંપ્રાપ્ત થાય છે. સાચું સુખ એ કે જેમાં દુખની છાયા નથી. આ ધર્મ એ છે કે જેમાં અધર્મનો અંશ નથી. સાચું જ્ઞાન એ છે કે જેમાં અજ્ઞાનને લેશ નથી. ઊર્ધ્વગતિ કે જેમાં આવાગમને સંદેહ નથી.
સંસારી જીવને જ્યાં સંકલેશ પરિણામ વતે છે ત્યાં સાચા સુખની શીતળ છાયા કેમ પ્રાપ્ત થાય! સંસારનું મૂળ કારણ અજ્ઞાન છે. સંસારભાવ ત્યાગી પોતાના સિદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરે સ્વરૂપનું અનુસંધાન થાય. ખેડૂત અનાજને વાવીને જપતે નથી. અનાજ ઘરભેગું કરીને સંતોષ માને છે તેમ સાધક નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરીને સંતોષ માને છે. સમ્યગ્દર્શનના ધ્યાન દ્વારા મોક્ષ પ્રગટે છે.
સાધકની આવતા ભમતા મહાભવસાગરે પાપે પસાથે આપના,
જે જ્ઞાન દશન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું. કેની કને કિરતાર આ પિકાર જઈને હું કરું ?
–રત્નાકરપચીસી (ગુજરાતી) શ્રમણની પૂર્ણતા દુગ જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે, તેને કહ્યો ઐકાગ્રયગત, શ્રમણ્ય ત્યાં પરિપૂર્ણ છે.
(ગાથા ૨૪૨)
–શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ (દગ = દર્શન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org