________________
૧૨૦
ધ્યાન ઃ એક પરિશીલન ચિત્તની એકાગ્રતા થવાથી આત્મપ્રદેશ પર જાણે કે “રાસાયણિક અસર થાય છે. આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપ્ત ચિત્તની ચંચળતાનું દદ ચિત્ત સ્થિર થતાં શમે છે મનની શુદ્ધિ થતી રહે છે. સ્થિર ચિત્ત ધ્યાનની અનુભૂતિ પામે છે.
૦ દેહાધ્યાસને વિસ્તાર ચિત્તસ્થિરતાને બાધક છે - મનુષ્યને જેટલે દેહાધ્યાસ તેટલી ચંચળતા. જીવનને અમૂલ્ય સમય દેહના અને દેહના સહચારીઓના જ પરિચયમાં વીતે તે ચિત્તની સ્થિરતા થવી શક્ય નથી. સાધકે દેહાધ્યાસનું પ્રયોજન મંદ કરવું પડે છે અને દેહાધ્યાસ મંદ થાય તેવાં શુદ્ધ અવલંબનને સહારો ગ્રહણ કરે પડે છે, તથા આંતરિક રાગાદિ પ્રવાહેરૂપ દેહાધ્યાસનું સમજપૂર્વક શમન કરવું પડે છે. આમ બાહ્યાંતર અવરાધે ઘટે તેમ સ્થિરતા વધે છે. મુખ્ય અવરોધરૂપ મિથ્યાભાવ હણ કે જીવ ધર્મમાર્ગમાં સહેજે પ્રેરાય છે.
રાગ-દ્વેષ, હર્ષ-શોક, ભય-ચિંતા વગેરે દ્વન્દ્રભાવથી રહિત નિરાબાધ ઉપગની અવસ્થામાં ટકવું તે એક મહાન ચમત્કૃતિ છે. એનાથી પદાર્થોને જોવાની તટસ્થતા આવે છે. અનુક્રમે તે પરમધર્મરૂપે પરિણમે છે. ચિત્તસ્થિરતામાંથી આત્માનું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટે છે. પંડિત હેય પણ ચિત્ત અનેકા ભમે તે શાસ્ત્રજ્ઞાન પથીજ્ઞાન રહે છે. તેને જ્ઞાનીઓ જ્ઞાનરૂપે સ્વીકારતા નથી. શાસ્ત્રાભ્યાસ વડે તત્વના સ્વરૂપને યથાર્થપણે જાણી, સમ્યમ્ ઉપગ વડે જે આત્મા પ્રત્યે વળે છે તેની દેહાર્થિની કલ્પના તૂટે છે.
ચિત્તને એકાગ્ર થવામાં જપ, સ્વાધ્યાયાદિ શ્વાસજય વગેરે માત્ર પ્રાથમિક સાધને છે. સાચે આત્મસાધક ચિત્તને એકાગ્ર કરવા માત્ર બાહ્ય સાધને જતું નથી, પરંતુ આવશ્યક ઉપગ કરી તેમાંથી આત્મા પ્રત્યે વળે છે. તે માત્ર બાહ્ય તપથી સંતુષ્ટ થતું નથી, સ્મૃતિ માટે સ્વાધ્યાય કરતું નથી, પૃહાજન્ય ભક્તિ દર્શન કરતું નથી કે શ્વાસને કેઈ આત્મસિદ્ધિ માનતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org