________________
ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા
૧૨૭ તે પછી અંતરમન શું છે તેની સમજ આવે છે. અંતરમન એટલે વિવેકયુક્ત મન. તેમાંથી જે વિચાર ઊઠે છે તેમાં મલિનતા નથી પણ તટસ્થ-મધ્યસ્થભાવ હોય છે.
સાધનામાં બહારથી કંઈ ગ્રહણ કરવાનું નથી. જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ મનની દોડ શમે છે, પરંતુ મન જેવું છે તેવું રહે ને સાધના કરે તે જીવન બેજારૂપ થઈ પડે છે. સંસારને સંઘર્ષ સાધનાને સંઘર્ષ બને છે. મનમાં રહેનાર વ્યાપાર કે વ્યવહારમાં અસત્ય બેલે, અહિંસાના પાઠે ગોખનાર હિંસાયુક્ત વ્યાપાર કરે, ખાદીને પ્રચારક કેવળ વસ્ત્રો ખાદીનાં વાપરે, પણ અન્ય વસ્તુઓમાં પરદેશી વસ્તુને મોહ રાખે; આ એક પ્રકારનો સાધનાને સંઘર્ષ છે, દંભ છે. માટે સાધકે આવા અસત્યાચરણથી દૂર રહેવું. ૦ પાપી પુણ્યવંતા બને છે
ચિત્તસ્થિરતાની પ્રારંભિક ભૂમિકાઓમાં સાધકે નિવૃત્તિ ક્ષેત્રમાં અને એકાંતમાં વાંચન, ભક્તિ જેવાં સાધનેમાં ચિત્તને પરોવેલું રાખવાને પ્રયત્ન કરે. પલેટાયેલે ઘડે જેમ માર્ગ પર એકધારે દેડી શકે છે, તેમ વાચન, ભક્તિ વડે પલેટાયેલું ચિત્ત, સ્થિરતાની ભૂમિ પર આત્મચિંતનના સહારે સરળપણે ટકે છે. છતાં સ્થિરતા ન કેળવાય ત્યાં સુધી વિચારેની સામે સંઘર્ષ ન કરે. તેમને પણ કહેવું કે હે મિત્રે ! “શા માટે અંતરાય કરે છે, અનુગ્રહ કરીને શાંત થાઓ, શાંત થાઓ.” અથવા રૂપાંતર થાઓ. આમ કરવાથી મન આપણું મિત્ર બને છે. તે નિવૃત્તિમાં સ્થિર રહે છે અને પ્રવૃત્તિમાં સૌમ્ય રહે છે.
ચિત્તમાં ઊઠતા વિચાર-વિક-વૃત્તિઓ લાંબો સમય ટકતા નથી, પરિવર્તિત થયા કરે છે, માટે અસવિચાર આદિની રૂપાંતર થવાની ઘણું જ શક્યતાઓ છે. યથાર્થ રૂપાંતર દ્વારા પાપી પુણ્યવંત બને છે. માટે વિચારવાન પુરુષે સને આશરો લે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org