________________
૧૨૬
ધ્યાન : એક પરિશીલન મનુષ્યત્વ પ્રગટ નહિ થાય. સને જિવાશે નહિ તે કઈ જ્ઞાની આપણને બચાવી નહિ શકે. સત્ અપ્રગટ જ રહેશે. મનના સામર્થ્યનો સમ્યગૂ ઉપગ આ માર્ગને સહાયક છે. ૦ સાધનામાં આંતરિક સંઘર્ષથી દૂર રહેવું
માનવમન સંકલ્પ-વિકલ્પરૂપ સંસ્કારોને એક અવ્યવસ્થિત ઢગલે છે. તેથી પ્રારંભમાં મૌનમાં, એકાગ્રતામાં કે ધ્યાનમાં આંતરિક કેલાહલ પેદા થાય છે. માનવજન્મ ઉત્તમ હોવા છતાં મનની આ જટિલતાથી જીવન કુટિલ બન્યું છે. જેમ કેઈએ પિતાનું દીવાનખાનું સુંદર સાધનોથી સજાવ્યું હોય પણ ગાલીચા નીચે ધૂળ હેય, અદ્યતન કબાટમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત હોય, તેવું સામાન્ય માનવ-મનનું છે. મનનાં આવાં વિરોધાભાસી તનું સામ્રાજ્ય હોય ત્યાં સ્વજ્ઞાન-સ્વરૂપજ્ઞાનની સંભાવના કેમ હોય? અશુદ્ધ સંસ્કારયુક્ત મનના પ્રવર્તનમાં સમતુલા રહેતી નથી. સભાનતાના અભાવમાં માનવીની સંવેદનશીલતા જતા ધારણ કરે છે, એટલે માનવને પિતાને જ પિતાનાં વિરોધાભાસી તનું ભાન રહેતું નથી.
સંવેદનને કારણે દેષાચરણ સમયે સૂક્ષ્મ મન કંપી ઊઠે છે. કોઈને દુઃખ પ્રત્યેની ઉપેક્ષા, એ જડતા છે. અથવા તે સમયે ઊઠતી કરી લાગણી તે પરિસ્થિતિને પ્રત્યાઘાત છે. તે સંવેદના નથી. સંવેદના માનવને સ્વાભાવિક બનાવે છે. તે સ્વાર્થ જેવા કુસંસ્કાર સહેજે વિરામ પામે છે, સંઘર્ષો શમે છે.
સામાન્યતઃ મનુષ્ય વિચારથી નહિ પણ પ્રતિકિયાથી વતે છે. જે ક્ષણે ઇદ્રિ દ્વારા જે વિષય ગ્રહણ થયે તે ક્ષણે મન દ્વારા સંસ્કારજનિત ક્રિયા થઈ જાય છે તે પ્રતિક્રિયા છે. જેમ કે કો પ્રત્યે કોધ વ્યક્ત થઈ જાય છે. આપણે શરીરના હાથ-પગની ગતિ જોઈ શકીએ છીએ તેમ મનની ગતિને જોતાં શીખવું આવશ્યક છે. નિસંતના સમયમાં નિરીક્ષણ કરવાથી સમજ વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org