________________
ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા
૧૫. કલ્પના-વિચારણા કે બુદ્ધિની રમત નથી. તર્કશાસ્ત્ર એ સત્યને અસત્ય ઠરાવવા માટે નથી. અસ્તિત્વના મૂળમાં કાર્ય કરી રહેલાં સત્યની શોધ, તેના સ્વરૂપની સમજ તે સાચું તત્ત્વજ્ઞાન છે.
સત્યને સમન્વય કરી, તેનો સાપેક્ષતાએ વ્યવહારમાં અને અંતરમાં સાક્ષાત્કાર કરે તે યોગશાસ્ત્ર છે. શુદ્ધ તર્ક દ્વારા. યોગ્ય પૃથક્કરણથી સત્ય સમજાય છે અને અસત્ છૂટી જાય છે.
સામાન્ય રીતે માનવનું મન અનેક જન્મોથી વાસનામાં ઘેરાયેલું છે, તેને નિરોધ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. ચિત્તસ્થિતાને એ ઉપાય છે, તેથી પદાર્થ શું છે તે સમજાય છે. સ્થિર ચિત્તને એક જ વિષય પર રહેવું સરળ પડે છે, અને તે આત્મવિચારને સ્પર્શ પામી શકે છે, તે પછી વિકલ્પ શમતા જાય છે અને તે પછી આત્મ-અનુભવ પ્રાપ્ત થાય છે.
માનવનું મન ઘણું સામર્થ્યવાળું છે. તે પ્રાણને નિગ્રહ, કરી શકે છે, વાસનાઓ ઊભી કરે છે અને દબાવી પણ શકે છે, છતાં તે મન સતરૂપે થતું નથી. મનનું વિસર્જન થવાથી સત્ પ્રગટ થાય છે.
મેટાભાગે મનુષ્ય, મનના દોષને ઢાંકીને, વિકારોથી ભયભીત થઈ આત્મરતિને અવરોધી, આદતોથી જીવવા લાગે છે; એટલે જડતા વ્યાપી ગઈ છે. જીવનનાં સર્વ કાર્યો યંત્રેથી કે યંત્રવત્ થવા લાગ્યા છે, અને માનવીની સંવેદના જડ થતી ચાલી છે. તેથી સ્વાર્થ, સંઘર્ષ, ક્લેશ અને મેહની પ્રબળતા વધી પડી છે. ચેતના વિક્ષિપ્ત થતી ચાલી છે. આમ જીવનમાં અસત્ વધી. પડ્યું છે.
હરિશ્ચંદ્રની કથા કરનાર અસત્યાચરણ કરી શકે? મહાવીરને ઉપાસક, કથાપ્રેમી હિંસાત્મક વ્યાપાર-ધંધા કરી શકે? શ્રીમદ્ રાજચંદ્રજીને ઉપાસક દેહ (હું)ને ઉપાસક હોઈ શકે ? જ્યાં સુધી કથાઓ કે સત્પુરુષ શાસ્ત્રમાં રહેશે ત્યાં સુધી આત્મત્વ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org