________________
૧૦૪
ધ્યાન : એક પરિશીલન ચાહે છે તે તે પહેલાં શું વાંધે છે? વળી તે પૃથ્વી મેળવતાં કેટલાય સમય જશે? પણ જે તારે આજે મારા જેવી શાંતિ જોઈતી હોય તે એક મિનિટનું જ કામ છે. મારી પાસે બીજી લગેટી છે. તારાં રાજાપાઠનાં વસ્ત્રો અને શસ્ત્રો ત્યજીને લંગોટી પહેરીને મારી ઝૂંપડીમાં આવી જા. અહીં શાંતિ અને સુખ છે.
સિકંદરે શું જવાબ આપે? જે આપણું સૌ પાસે છે તે જવાબ – અત્યારે નહિ, પછી; આજે નહિ, કાલે. મન કાણું પાત્ર જેવું છે. ગમે તેટલી તૃષ્ણાથી ભરે પણ ખાલી ને ખાલી રહે છે. ધ્યાન આ મનને દેશનિકાલ કરે છે. તંદ્રનાં કારણોને ટકવા જ દેતું નથી. મનનું મૃત્યુ એટલે મન જેના વડે જીવિત છે તે મહમૂઢતાની અંતિમ ક્રિયા છે. ૦ મોક્ષમાર્ગની દીપિકા – મનશુદ્ધિ
શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગશાસ્ત્રમાં મનશુદ્ધિ વિષે કથન છે કે, વિદ્વાન પુરુષોએ એક મનશુદ્ધિને જ મેક્ષમાર્ગ દેખાડનારી દીપિકા કહી છે. જે મનશુદ્ધિ વિદ્યમાન હોય તે અવિદ્યમાન ગુણે પણ આવી મળે છે અને ગુણ હોય છતાં મનશુદ્ધિ ન હોય તે તે ગુણે આવરિત રહે છે. માટે મનશુદ્ધિ અવશ્ય કરવી. મનશુદ્ધિને ધારણ કર્યા સિવાય જેઓ મિક્ષ મેળવવા તપશ્ચર્યા કરે છે તેઓ પિતાને મળેલી નાવને ત્યાગ કરીને ભૂજાઓ વડે મહાન સમુદ્ર તરવાને ઈચ્છે છે. આંધળા માણસને દર્પણ દેખાડવું જેમ નિરર્થક છે, તેમ મનની શુદ્ધિ થયા વગર તપસ્વીનું ધ્યાન નિરર્થક છે. તે શુદ્ધિ સિવાય તપ, શ્રત, પાંચ મહાવ્રતાદિ, કાયક્લેશ, સંસાર વધારવાના કારણ જેવાં છે. મનશુદ્ધિ માટે રાગદ્વેષને વિજય કરે, જેથી આત્મા નિજ સ્વરૂપમાં સ્થિર થઈ શકે.
યેગને સર્વ આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા વગર અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂક્યા વગર યુગમાં પ્રવેશ થઈ શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org