________________
૧૧૪
ધ્યાન ઃ એક પરિશીલન દેહના આવા વિસ્તાર અને અધ્યાસથી ગ્રસિત મન જ્યારે નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રારંભમાં તે ત તુમુલ યુદ્ધ કરશે. ક્યારેક નહિ જોયેલી એવી આહાર, કામ, આકાંક્ષા જેવી વૃત્તિએ વેગ પકડશે. ચિત્રવિચિત્ર કલ્પનાઓ ઊભી કરશે. ત્યારે ખૂબ ધીરજપૂર્વક સાહસિક બની તે વૃત્તિઓને શાંતિથી એક ધક્કો મારો અને પછી મિત્રભાવે તેમને વિદાય આપવી.
અનાજની સફાઈ સમયે ફેતરાં સૂપડાના સાધન વડે ઉડાડી દઈએ છીએ અને અનાજને રક્ષણ માટે તેલ–દિવેલ લગાડીને પાત્રમાં ભરીએ છીએ, તેમ નિરર્થક વિચારને, અસવૃત્તિઓને કશાય દબાવ કે તનાવ વગર ત્યજી દેવી અને જે કંઈ સુસંસ્કાર કે તેને રક્ષણ માટે આત્મશક્તિને સહાયક સત્ પુરુષના ગુણ-ચિંતવન અને આજ્ઞા વડે રક્ષિત કરવા. સત્ પુરુષના ઉત્તમ ગુણોને હૃદયરૂપી પાત્રમાં સંભાવપૂર્વક ગ્રહણ કરવા. સુરક્ષિત સંગ્રહાયેલું અનાજ જેમ નિશ્ચિતપણે ઉપગમાં આવે છે, તેમ પેલા સભા, ગુણે જીવનવ્યવહારમાં સહેજપણે કાર્યસાધક બને છે. આમ કેમે કમે દેહાદિને વિસ્તાર સંક્ષિપ્ત થતું જાય છે. ૦ તટસ્થ-અપક્ષપાતી નિરીક્ષણ કેવું હશે ?
તટસ્થ કે અપક્ષપાતી નિરીક્ષણમાં નિર્દોષતા, નિર્મળતા અને નિષ્કપટતા ફલિત થાય છે. મીણ પાયેલી દેરી જેમ ગૂંચવાતી નથી તેમ નિર્દોષતા આદિ ગુણે જીવનમાં વળ ચઢવા દેતા નથી. નિર્દોષ જીવન, નિર્દોષ વ્યવહાર, તે નિરીક્ષકના અપક્ષપાતી નિરીક્ષણનું પરિણામ છે.
ભગવાન મહાવીરસ્વામીએ સાડા બાર વર્ષના મૌનના કાળમાં કેવું નિરીક્ષણ-પરીક્ષણ કર્યું હશે કે તે એક પણ વૃત્તિ ટકવા જ ન પામી. સર્વભાવે આત્યંતિકપણે ખરી પડ્યા અને પૂર્ણજ્ઞાન પ્રગટ થયું. મને જયી હોવા છતાં પ્રભુએ એકાંત મન દ્વારા અંતર-સાધનાનું મહાન તત્ત્વ આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org