________________
૧૧૬
ધ્યાન એક પરિશીલન કે ગૂંચવણેથી ભરેલું મન ધ્યાન જેવા અવલંબનમાં ગોઠવાતું જ નથી. મનને સમજતાં પહેલાં સ્વજ્ઞાન અને સ્વરૂપના રહસ્યને, અનુભવી જ્ઞાની પાસે અભ્યાસ કરે. જેથી સ્વનિરીક્ષણ સમયે મનની પૂર્વ સંસ્કારજન્ય વૃત્તિઓ શાંત રહે અને તેની જગ્યાએ સ્વજ્ઞાનનું વિચારબળ પ્રવતે. તથા મનને જાગ્રત રહેવાને અભ્યાસ વધે. તે પછી તેમાંથી ઘણુ ગુણો પ્રગટ થતા રહેશે.
+ આત્મજ્ઞાન – સ્વરૂપજ્ઞાન
આત્મવિચાર – જાગૃતિ | સ્વનિરીક્ષણ – તટસ્થ અવલોકન
નિર્દોષતા – સહજતા 4 પ્રેમ-મૈત્રી – અનુકંપા > સમભાવ – સમાધિ
જ્ઞાની મહાત્માની નિશ્રામાં કે એકાંતે, દર્શાવેલ આત્માના ગુણને ક્રમ કેળવાય છે તે સ્વનિરીક્ષણ અને પરીક્ષણનું સાફલ્ય છે. માનવ જાગ્રત થઈ જાય છે કે મારો જન્મ શા માટે છે ? તે દરેક કિયામાં સાવધાનપણે વતે છે. વળી એકાંતમાં સ્થિરતાપૂર્વક સ્વનિરીક્ષણ કરતા રહે છે. અને બાહ્ય સંગમાં વ્યવહારમાં) જાગ્રત રહી વૃત્તિઓને નીરખતો રહે છે. આવી સહજ નિર્મળતા અને નિર્દોષતાનું ઝરણું મૈત્રી આદિ ભાવે રૂપે પરિણમે છે.
સ્વજ્ઞાન-આત્મજ્ઞાન એટલે તેમાં શાશ્વત અસ્તિત્વની શ્રદ્ધા, પ્રતીતિ, નિઃશંકતા અને નિર્ભયતા હોય છે. તે જાણે છે કે ચરમચક્ષુ વડે થતું જગતનું દર્શન તે માહિતી છે, તે નિર્દોષ હોય જ તેવું નથી. તે પદાર્થોમાં સુખબુદ્ધિ તે અજ્ઞાન છે. અજ્ઞાનને અજ્ઞાન સમજવું તે વિવેક છે. વિવેક થયા પછી શેષ રહેતો અનુભવ તે જ્ઞાન છે.
આત્મવિચારનું સેવન આત્મજ્ઞાન પ્રત્યે લઈ જનારું છે. તે સમજે છે કે મનની કઈ એવી સર્વોપરિ સત્તા નથી કે તે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org