________________
૧૧૨
ધ્યાન ઃ એક પરિશીલન પાતી કે સાચું નિરીક્ષણ છે. બાકી પિતાની આત્મવંચના છે.
જ્યાં સુધી સૂકમ કે સ્થૂલ મન કલેશિત કે કલુષિત છે ત્યાં સુધી જે કંઈ સ્વ-પરનું નિરીક્ષણ થશે તે મલિન હશે પક્ષપાતી મન ચિત્તની સ્થિરતા માટે તે અવરોધરૂપ બનશે. મલિન મનમાં વિકલ્પોની મહાજાળ વ્યાપેલી હોય છે, તેમાંથી ગમો-અણગમે, સ્વીકાર-અસ્વીકાર, સારું-માંડું, અભાવ-સદ્દભાવ, સુખ-દુઃખ જેવી કંદ્રાત્મક પ્રતિક્રિયાઓ ઊઠતી રહેશે, પ્રતિક્રિયાવશ મન કેઈ પ્રકારે સત્ય કે તટસ્થ તપાસ કરી નહિ શકે. નિરીક્ષણને સ્થાને તે પ્રતિકિયાઓ વડે કોઈ પણ પરિસ્થિતિમાં, સંબંધમાં, વ્યાપારમાં કે વ્યવહારમાં સુખદુઃખની લાગણીઓ કે ઉત્તેજના અનુભવશે અને આકુળ-વ્યાકુળ થયા કરશે.
જ્યાં સુધી વસ્તુધર્મની, કર્મ જેવા સનાતન સિદ્ધાંતની સમજ નહિ કેળવે ત્યાં સુધી તે પિતાની જાતને સમજી શકશે નહિ અને ભ્રમમુક્ત થશે નહિ. કહ્યું છે કે
આત્મભ્રાંતિ સમ રાગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ ઔષધ વિચાર યાન.
–શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા અળગા અંગ ન સાજા રે વાચક યશ કહે અવર ન યાચુ એ પ્રભુના ગુણ ગાશુ રે ?
શ્રી અરજિન ભવજલને તારુ રે,
–શ્રી વાચક યશવિજયજીરચિત સ્તવન બ્રાંતિ ટાળવી એ મુક્ત થવાને મુખ્ય ઉપાય છે. સ્વજ્ઞાન, સ્વનિરીક્ષણ, વિચાર અને ધ્યાને તેના અંગે છે. પણ આ કાળમાં ગુરુ આજ્ઞા અને પ્રભુપદની યથાર્થતા પ્રાપ્ત થાય અને સમજાય તે. ભ્રાંતિ સહેજે ટળે. પણ વિવેકરહિત માનવ પ્રતિક્રિયામાં જ સતત જીવે છે, કેઈ દ્વારા થયેલું માન-અપમાન, પ્રીતિ-અપ્રીતિ જેવા ભાવે આપણું સ્મૃતિપટ પર અંકાઈ જાય છે. તે નિમિત્ત મળતાં કે સ્મરણ થતાં આપણે સુખદુઃખની લાગણીઓમાં ધકેલાઈ જઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org