________________
૧૧૦
ધ્યાન ; એક પરિશીલન ૦ મનની ચંચળતાનું સહજ શમન
દેહમાં પ્રાણ છે ત્યાં સુધી શ્વાસપ્રશ્વાસનું આવવું-જવું થાય છે. દેહમાં ચેતના છે ત્યાં સુધી મનમાં ઉપયેગ-વિચાર-વિકલ્પનું "ઊઠવું અને શમવું થયા કરે છે. જેમ છૂટેલે તેને તે જ શ્વાસ પાછા નથી આવતે પણ આવે છે, તેમ એને એ વિકલ્પ પાછું આવતું નથી. આપણે શ્વાસપ્રશ્વાસના આવાગમનથી મૂંઝાતા નથી, અને વિકલ્પ-વિચારના આવાગમનથી સાંસારિક ચિંતા જેવા પ્રસંગોમાં અને સાધક મૌન-નિરીક્ષણ જેવા પ્રસંગમાં કેમ મૂંઝાય છે? તેનું એક કારણ એ છે કે શ્વાસપ્રશ્વાસના આવાગમન સાથે રાગાદિ ભાવે, ભય-ચિંતા જેવી વ્યાકુળતા કે પ્રીતિ-અપ્રીતિ વગેરે કલપનાઓ હોતી નથી. જ્યારે મનના વિચાર અને વિકલ્પ સાથે આવા ભાવ-અભાવની તન્મયતા હોય છે, તેથી એમ જણાય છે કે મન ચંચળ છે અને એક કેમેરા જેવું છે. જે દશ્ય જોયું કે તેના સરકારને ઝડપી લે છે અને પછી વાગેળે છે. તેનું શમન એ નિરીક્ષકની સાધના છે.
નિરીક્ષણ વડે મનની ચંચળતા શમે છે. સામાન્ય રીતે તેને પવનવેગી કહ્યું છે. તેને જીતવું દુર્લભ મનાયું છે. આત્મજ્ઞાન તેને જીતવાને સારો ઉપાય છે. સામાન્ય રીતે એક વિચાર પર પણ તે ટકતું નથી. માણસ જમતો હોય ત્યારે વ્યાપારના વિચાર આવે, ફરવા નીકળે ત્યારે બાહ્ય દો કાજી થઈને ફરે. વ્યાપાર કરતાં ઘરની સ્મૃતિ સતાવે અને ધર્મક્રિયા કરવા બેસે ત્યારે તે આખી દુનિયાને ભાર તેના માથે આવે. આમ વિચારે-વિકપની હારમાળા ચાલ્યા કરે છે અને વિચારની અરાજકતા માનવને હતબુદ્ધિ બનાવે છે, યંત્રવત્ બનાવે છે. આ સ્થિતિમાં એકાંત અને સ્વનિરીક્ષણની સાધના આત્માની ક્ષમતા વધારે છે. - સામાન્ય સંસારી જીવનું જીવન સ્વાર્થપરાયણ હેય છે અને તેથી નિરીક્ષણમાં કઠિનતા રહે છે અને વિવેકપૂર્ણ સાધના બનતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org