________________
મન શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ
૧૦૭ હે જીવ, તું ભ્રમ મા, તને હિત કહું છું, અંતરમાં સુખ છે; બહાર શેધવાથી મળશે નહિ.”
“અંતરનું સુખ અંતરની સમશ્રેણમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ”
–શ્રીમદ્ રાજચંદ્રજી મહાન આત્માઓનાં આવાં વચનો જાણ્યા છતાં કેવું આશ્ચર્ય છે કે દેહદેવળમાં રહેલા આત્મતત્વને, અંતરના સુખને શોધવા માનવ દૂર દૂર નીકળી પડ્યો છે.
એક આત્માને જાણવાથી જગતના સઘળા પદાર્થો સહજપણે સમજાય છે તે વાતને વિસરીને તે આત્મબ્રાંતિ સેવે છે. બાહ્ય પદાર્થોને મન ઈદ્રિ દ્વારા તે જુએ છે. આત્મા ઇઢિયેથી જણાય તેમ નથી. સૂમિ ઉપયોગ-વિચારથી આત્માને તેના ગુણે વડે પ્રથમ પરિચય થાય છે.
પંચમકાળનું પરિબળ કેવું ફાવ્યું છે? મોટા ભાગને જનસમૂહ આત્મતત્ત્વને શોધવા મંદિર, મસ્જિદ, મઠ, પહાડ, ગુફા, સરિતા, શાસ્ત્ર જેવાં અનેક બાહ્ય સાધનો કે જે નિમિત્તરૂપ પ્રાથમિક અવલંબન છે, તેને જ સાધ્ય માની ત્યાં રોકાઈ રહે છે. જેને તે શોધે છે તે આત્મતત્વ સ્વયં પિતે છે. અતિ નિકટ છે તેવું ભાન થવા માટે ધ્યાન” એ મુખ્ય સાધન છે. પ્રારંભની ભૂમિકાઓ આત્માના પરિચય માટે મનશુદ્ધિ થયે સ્વનિરીક્ષણ કરી ઉપયોગમાં સૂક્ષ્મતા લાવવી જરૂરી છે. તે માટે પોતાના નિવાસે કે અન્ય
ગ્ય સ્થળે એકાંતે સ્વનિરીક્ષણ કરવું અને મનની ગતિને તથા વૃત્તિને સહજપણે નિહાળવી.
એકાંતમાં આસનસ્થ થઈ, બહાર જતી તમામ વૃત્તિઓને. સંક્ષેપ, કેવળ મનની ગતિ, વિકલ્પ અને વિચારનું સાક્ષીભાવે, તટસ્થપણે, નિરીક્ષણ – અવકન કરવું. તેમાં કઈ ભૂતકાળની સ્મૃતિ કે સંસ્કાર, અથવા ભાવિની કલ્પનાઓ ભેળવવી નહિ. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org