________________
૧૦૩
મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ રહે છે. નિવિચાર ચેતના એ ધ્યાન છે. ધ્યાનની અનુભૂતિ સજગતા, સાક્ષીત્વ અને મમતા વડે સિદ્ધ થાય છે. સતત જાગૃતિ રહેવી દુર્લભ છે. કારણ કે જીવને પ્રમાદવશ જીવવાની આદત છે. જાગૃતિ વડે આદત છૂટતી જાય છે. સાધકને પ્રારબ્ધગે બહારમાં વ્યસ્ત રહેવું પડે તે સજગતા વિશેષપણે રાખવી પડે છે. અંતર્મુખ વ્યક્તિને સાક્ષીત્વ સહજ હોય છે.
જીવનમાં મૌન કે ધ્યાનની શી આવશ્યકતા છે એ પ્રશ્ન થાય ત્યારે વિચારવું કે જીવન શા માટે છે? આપણુ પાસે તેને ભાગ્યે જ જવાબ હોય છે. અને છે તે “ધન, સંપત્તિ મેળવવા, પરિવાર અને સમૃદ્ધિ વધારવા, ઇચછાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા” એ છે. આનાથી વિશેષ પ્રત્યુત્તર માણસ પાસે ભાગ્યે જ હોય છે. ધ્યાનથી સંપત્તિ મળે, નેકરી મળે, સુંદર પદાર્થો મળે તે ઈષ્ટ નથી. જીવ જગતમાં જે કંઈ કરે છે તે સુખ કે શાંતિ માટે કરે છે, પરંતુ તેમાં નિર્દોષતા ન હોવાથી સુખની પાછળ દુઃખ આવી મળે છે અને શાંતિની શોધમાં નીકળેલે માનવ અશાંતિમાં ઘેરાઈ જાય છે. કારણ કે એ અશાંત મનના વાહન પર વિરાજમાન થઈને શાંતિ શોધે છે.
આ મીચી થાન ધરુ ત્યાં દુનિયા ખેંચી લાવે રે, ચારે ચૌટે રસળી રઝળી અલખને ભુલાવે રે, મનડું મારું નાચતું, તે સમજાવ્યું ના સમજે રે, પળમાં સાધુ થઈને બેસે પળમાં માયા ઝંખે રે.
માનવ શાંતિ ઈચ્છે છે પણ અશાંતિનાં કારણે તે ત્યજી શકતું નથી.
સમ્રાટ સિકંદરે એક વાર એક ફકીરને પૂછ્યું કે તમારા જેવી સુખ-શાંતિ મને કેમ મળે? ફકીરે કહ્યું કે તું ક્યારે ઈ છે છે?
સિકંદર : “થેડી પૃથ્વી બાકી છે તે જીતી લઉં પછી યુદ્ધવિરામ કરી શાંતિથી જીવવા ધારું છું.”
ફકીર : “થેડી પૃથ્વી પ્રાપ્ત કર્યા પછી પણ જે તે શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org