________________
૧૦૦
૦ મનના તરગાની ખતરનાક લીલા
માનવ પોતાના આત્માના શુદ્ધ અસ્તિત્વના અજ્ઞાન અને અસ્વીકારને કારણે અન્ય સૂક્ષ્મ જીવાનુ અસ્તિત્વ સ્વીકારી શકતા નથી, કે અન્યના આત્માને પોતાના જેવું સુખ પ્રિય છે તેવુ વિચારી શકતા નથી. તેના પરિણામે જગતમાં અનેક પ્રકારની પ્રયાગાત્મક અને ધંધાકીય મહા સંહારલીલા ચાલી રહી છે. કેવળ બુદ્ધિ પર રાચતા માનવે અણુશસ્ત્રા જેવી શેાધ કરીને માનવને સદાય ભયમાં મૂકયો છે. કતલખાનાં કરીને મૂંગાં નિર્દોષ પ્રાણીઓનાં જીવન હરી લીધાં છે. આ સઘળાં અમાનુષી કાર્યો માનવસર્જિત છે અને તે લીલાએ ભારતભૂમિ પર ખેલાય છે. પશુએ, સૂક્ષ્મજીવા તો નિઃસહાય છે, પણ માનવની સ ંવેદનશીલતા મરી પરવારી છે?' કોઇ બે-પાંચ માનવની કુબુદ્ધિનું ફલક પરંપરાએ કેવું વિસ્તૃત થતું જાય છે! એવી ગર્તામાં ડૂબેલા માનવને સુખપ્રાપ્તિના અધિકાર શું કુદરત આપશે ?
ધ્યાન એક પરિશીલન
આવી સંક્રાંત પરિસ્થિતિમાં જે વિચારવાના મનનું સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય શેાધશે, પ્રાપ્ત કરશે તે અન્યને માર્ગ ચીંધશે. ક્લે શિત કે વિકૃત મન દ્વારા માનવના વ્યવહાર ઈર્ષ્યા, અસૂયા, અંધ અનુકરણ, સ્પર્ધા વગેરે દૂષણા વડે ચાલતા હશે તે તે સ્વાર્થ અને માહરૂષી અંધકાર જીવને સસારરૂપી વનમાં રખડાવી મારશે. સ્વાર્થ અને સ્પર્ધા જેવાં દૂષણા સાથે માનવ સુખની શેાધમાં નીકળ્યે છે તે કેવું આશ્ચર્ય છે! તેને અગ્નિ વડે અગ્નિ ઠારવા છે. ઝેર પીને અમર થયું છે. આવા માનસિક દર્દીથી પીડાતી વ્યક્તિની ધૂન પોતાનું, કુટુંબનું, સમાજનું, વિશ્વના કરોડો મનુષ્યાનું સુખ છીનવી લેવાના કારણભૂત અને છે. પેાતાનાં અને અન્યનાં સાંસારિક સુખા માટે પણ અનુભવૃત્તિઓ, અસાસનાને ત્યજી શુભવૃત્તિ અને શુભભાવ કેળવવાની જરૂર પડે છે, તે પછી જીવને સાચા સુખની કંઇક સમજ અને અલક આવે છે અને તે પછી આગળની આધ્યાત્મિક દશામાં આત્મસુખ, પરમસુખની દશા ક્રમશઃ પ્રાપ્ત થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org