________________
ધ્યાન એક પરિશીલન ચૂકવી દઈશ. પૂરું રાજ્ય તમારે ચરણે ધરી દઈશ પણ એક સામાયિકનું ફળ મને આપો.”
પૂણિયાજીએ કહ્યું: “સામાયિકની કિંમત કેવળ પ્રભુ જ જાણે છે. તેમને પૂછીને આવો.”
હસતાં બાંધેલાં કર્મ રોતાં છૂટતાં નથી. બિચારા શ્રેણિક ! સૌ સંસારી જીવની દશા આવી કર્માધીન છે.
શ્રેણિક રાજા પૂણિયાજીના સાંનિધ્યથી વિચારમાં પડી ગયા. પ્રભુ પાસે પહોંચતાં સુધીમાં તે આત્મવિચારે જન્મ લીધે. પિતાના અજ્ઞાનથી બંધાયેલી દુર્ગતિની એ નિયતિને સ્વીકાર થઈ ગયે. હવે બીજે કોઈ પ્રશ્ન ન હતું. પણ જીવન તલસતું હતું કે, “હે પ્રભુ ! ગતિ જે થવાની છે તે થાવ, મને ધર્મબોધ આપે ! મને આપના જેવા થવાનું સામર્થ્ય આપ.”
વીતરાગ દેવની ભક્તિ જીવને સામર્થ્ય આપે છે. દર્શન શ્રદ્ધા આપે છે, બેય જ્ઞાન આપે છે. શ્રેણિકે ત્રિગની સમગ્રતા અને એકાગ્રતા વડે જીવન પ્રભુભક્તિમાં લીન કરી દીધું.
પ્રભુ જે દિશામાં વિચરે તે દિશામાં રોજ અમુક ડગલાં ચાલી વંદન કરવું, રાજકાજમાં અમુક સમયને આંતરે આખા બંધ કરી પ્રભુની મુદ્રાને નીરખી લેવી અને “વીર...વરનું સ્મરણ કરવું. શ્રેણિક આવા ક્રમમાં જોડાઈ ગયા.
પ્રભુના આગમન સમયે પૂર્ણ ભક્તિ વડે બેધ પામી એમણે ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું અને ભાવિ વીશીના પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકરપદનું ઉત્તમ નામકર્મ ઉપાર્જન થયું.
રાજા શ્રેણિક પરમાત્માને ધ્યાવવાથી ભાવિ પરમાત્મા થયા. પ્રભુ મહાવીર ચેપીશમા. પદ્મનાભ પ્રથમ તીર્થંકર. ,, સાત હાથની કાયા. , સાત હાથની કાયા. , બોંતેર વર્ષનું આયુષ્ય. ,, બોંતેર વર્ષનું આયુષ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org