________________
મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ મુક્તિ તણા અભિલાષી તપિયા,
જ્ઞાન ને ધ્યાને અભ્યાસે; વયરીડ કંઈ એહવું ચિંતે
નાખે અવળે પાસે.
હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે. | મુક્તિની અભિલાષાથી તપ કરે, પણ અજાગ્રત રહે છે તે કોધની ગર્તામાં જીવ પડી જાય. જ્ઞાનારાધન કરવામાં આત્મભાન ભૂલે તે અહમ માથું ઊંચું કરે. ધ્યાનને લબ્ધિની લાલસા જગાડે જગાડે અને મુક્તિની અભિલાષાને ઊલટી કરી નાખે, આવું આ મન કેમે કરી હાથમાં રહે તેવું નથી. આવા મનની શુદ્ધિ વિષે કેટલીક વિગત જાણવી ખૂબ જરૂરી છે. આગમ આગમધરને હાથે
ના કિણ વિધ આંકું, તિહાં કણે જો હઠ કરી હડકું
તો વ્યાલ તણી પરે વાં–હો કુંથુજિન. મેટા આગમશાસ્ત્રોના અભ્યાસીઓ, શાસ્ત્રોને મુખપાઠ કરી લે તેય મન કેઈથી સહજમાં હાથ આવતું નથી. હડયેગ જેવી સાધના કરીને સિદ્ધિઓ પ્રગટે તેમાં રાચે, અથવા જે જીવ એમ વિચારે કે હું તે મનને પળમાં વશ કરીશ અને કંઈ સંકલ્પ કરે તે માયાનું રૂપ ધરીને મન જીવને છેતરે છે અને (વ્યાલ) સર્ષની જેમ વાંકુંચૂંકું થઈને હાથથી સરકી જાય છે, પણ હાથમાં, સંયમમાં આવતું નથી. વળી આગળ કહે છે કે, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું,
એ વાત નહિ બેટી, એમ કહે સાધ્યું તે નવિ માનું,
એ કહી વાત છે મોટી–હે કુંથુન. યેગીને અંતમાં કહેવું પડયું કે હે પ્રભુ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org