________________
મને શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ
૯૩ છતાં આધુનિક વિજ્ઞાનયુગમાં અદ્યતન સાધનથી ભરપૂર અમેરિકાના તત્વચિંતક અને પ્રભુશ્રદ્ધાવાળા વિચારવાની અધ્યાત્મપ્રાપ્તિની નજર ભારતભૂમિ પ્રત્યે આકર્ષાયેલી રહી છે, કારણ કે આજે પણ આ ભૂમિમાં પ્રભુને સમર્પિત નિસ્પૃહ ભક્તજને, પરમતત્વના સાચા ઉપાસકે અને આત્માનુભવી સંતે અલ્પસંખ્યક હોવા છતાં વિદ્યમાન છે અને તેઓ પરમતત્ત્વને આત્મસાત્ કરી પ્રગટ કરતા રહે છે, આત્મતને જલતી રાખે છે. તેઓ સાધકને માટે સાચા માર્ગદર્શક છે. સાચા સાધકને તેમનું મિલન થાય છે. આમ આ ભૂમિની આધ્યાત્મિકતા જળવાઈ રહી છે. ૦ મનનું સંશોધન
ભારતભૂમિના સંતેનું સૂત્ર છે કે
“મના એવં મનુષાનાં વા વધમોક્ષયોઃ” છેલ્લા દસકામાં ભારતભૂમિની તુલનાએ માનસિક દર્દોનું, મનના. સ્તરનું સંશોધન, સામાન્ય વિજ્ઞાનની દષ્ટિએ પરદેશમાં વિશેષપણે. થતું રહ્યું છે. ભારતભૂમિના તત્વચિંતક દ્વારા ઉપરના સૂત્રના સંદર્ભમાં મનનાં બંને પાસાંઓને પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિઓ અનુસાર ઘણો વિચારવિનિમય થયે છે, સાહિત્ય પણ પ્રગટ થયું છે અને. હજી થઈ રહ્યું છે. વળી ત્રણસો વર્ષ અગાઉ શ્રી આનંદઘનજી જેવા યોગીએ સ્કૂલ અને સૂક્ષ્મ મનનાં વિવિધ વલણને સ્પષ્ટપણે સ્તવનમાં દર્શાવ્યાં છે જેને ઉલ્લેખ આ અગાઉ કરવામાં આવ્યું છે.
વર્તમાનના તત્વચિંતકેએ એ વાત તે સ્વીકારી જ છે કે મન. એ દીર્ઘ સમયના ભૂતકાળને સંસ્કારરાશિ છે. વળી આ જન્મમાં ઘણા પ્રકારે તેમાં મલિન સંસ્કારે જમા થતા જાય છે. મલિન. સંસ્કારયુક્ત મન પવિત્ર વસ્તુને સ્વીકારી શકતું નથી. આ મલિનતા તે રાગ દ્વેષ, પ્રીતિ-અપ્રીતિ, ગમા-અણગમે, સ્વાર્થ મેહ, વગેરે રૂપમાં હોય છે, તેની ઉત્પત્તિમાં બહારનાં કારણે નિમિત્ત માત્ર છે. રાગાદિ. ભાવો દરેક જીવનું પિતાનું ઉપાર્જન છે, તે મનને મલિન ભાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org