________________
સમ્યગ્દશન-જ્ઞાન-ચારિત્રરૂપ ધ્યાન
બીજો ઉપાય જવા કાલસૌરિકને બેલાવે છે. દાસીની જેમ આ ઉપાય નિષ્ફળ ન જાય તે માટે તે પ્રથમથી જ કાલસૌરિકને એક દિવસના વ્યાપાર જેટલું ધન આપી દે છે, અને વળી સાંજે બીજું ધન મળશે તેવી આશા આપીને જણાવે છે કે, તારે એક દિવસને હિંસક વ્યાપાર બંધ કરવાનું છે. અશુભને વેગ પામેલ તે જીવ અહિંસા શું તે કેવી રીતે જાણે? તેને આ વાત કપરી લાગી, છતાં રાજાજ્ઞા પાળવી રહી ! '
રાજાએ પૂરી સાવચેતીથી કાર્ય સિદ્ધ કરવા માટે એકી ગઠવી. તેને એક અવાવરૂ કૂવામાં ઉતારી દીધે. કાલસૌરિકને તે એક પળ પહાડ જેવી થઈ પડી. છેવટે સંસ્કાર બળ બુદ્ધિ લડાવી અને કૂવાની ભીંત પર તે પાડા ચીતરતે ગયે અને માનસિક વૃત્તિથી મારતે ગયે. રોજ જેટલી સંખ્યામાં પાડાની હિંસા થતી તેને કરતાં ચીતરીને વધ કરેલા પાડાની સંખ્યા, માનસિક હિંસા વડે, વિશેષ પ્રમાણમાં થઈ.
સાંજ પડે તેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું. કાર્યસિદ્ધિની આશામાં રાજા બેઠા છે. કાલસૌરિકને તેમની સમક્ષ હાજર કરવામાં આવ્યું. રાજાએ તેની ખબર પૂછયા કે, “કંઈ અસુખ થયું ન હતું ને ?” કાલસૌરિકે જવાબ આપે :
હે રાજા! આપની કૃપાથી દુઃખ તે કંઈ ન હતું પણ કૂવામાં આ દિવસ ભીંત પર પાડાઓને ચીતરી ચીતરીને મારતા ગમે ત્યારે જ દિવસ પૂરે છે.”
રાજા શોભ પામી નિરાશ થયે. હવે ત્રીજે આખરી ઉપાય બાકી હતું. ત્રીજા દિવસના પ્રભાતે રાજા પૂણિયાજીની ઝૂંપડીએ પહોંચે છે. પૂણિયાજી ઉચિત સત્કાર કરી રાજાજીની પાસે બેસે છે. પૂણિયાજીની સમતારસભરપૂર મુખમુદ્રા નિહાળીને રાજા પ્રસન્ન થાય છે. ખૂબ વિનયપૂર્વક પોતે પ્રભુને દર્શાવેલા ઉપાયને જણાવે છે. અને કહે છે: “એક સામાયિકની આપ જે કિંમત કહેશે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org