________________
ધ્યાન: એક પરિશીલન હે રાજા ! તમે હિંસાનંદની ઘડીએ નરકના આયુષ્યને બંધ કર્યો છે.”
એ શબ્દોનું શ્રવણ છતાં જ રાજાનું સમગ્ર અસ્તિત્વ હાલી ઊયું ! “શું પ્રભુ આપના જેવા સમર્થ સ્વામીની છાયા પામ્યા છતાં આ જીવ નરકગામી થશે ? ના પ્રભુ, એમ ના હોય ! કેઈ ઉપાય
જે; કૃપા કરી આ બંધન દૂર થવાને માર્ગ દર્શાવે પ્રભુ !” - ભગવાન તે સર્વજ્ઞ હતા. પ્રભુને રાજા સ્વયં બેધ પામે તેમ કરવું હતું. ભગવાને તેને ત્રણ ઉપાય બતાવ્યા અને કહ્યું કે જે એ ત્રણમાંથી એક પણ ઉપાય ફળીભૂત થશે તે તારી ગતિમાં પરિવર્તનની શક્યતા છે.
પ્રથમ ઉપાય તારી કપિલાદાસી જૈનમુનિને સદ્ભાવપૂર્વક ભિક્ષા આપે, બીજો ઉપાય કસાઈ કાલસૌરિક એક દિવસ હિંસાનું કાર્ય વિયેગપૂર્વક બંધ રાખે અને ત્રીજો ઉપાય મહાશ્રાવક પૂણિયાજી તેમના એક સામાયિકનું ફળ તને આપે. આ ત્રણમાંથી જે એક કાર્ય થાય તે તારા નરકબંધમાં ફેરફારની સંભાવના છે. આમ રાજાનાં અંતરચક્ષુ જાગ્રત કરવા ભગવાને એના ઉપાયે દર્શાવ્યા.
શ્રેણિક રાજા હજી ક્ષાયિક સમ્યકત્વ પામ્યા ન હતા. રાજાપણના ભાવમાં આ ત્રણે ઉપાય તેમને સાવ સહેલા લાગ્યા. તેમણે પ્રથમ કપિલાદાસીને આજ્ઞા કરી અને જૈન મુનિને તે સદ્ભાવપૂર્વક ભિક્ષા આપે તેવી સમજ આપી.
દાસીના ભાગ્યમાં સુપાત્રે દાનને પુણ્યગ થયે પણ દાસીને તેનું મૂલ્ય ન હતું. તેને તે થયું કે રાજાએ અન્ય કાર્યો બતાવવાને બદલે આ કેવું કાર્ય આપ્યું? છતાં એ દાસી હતી એટલે રાજાની. આજ્ઞા તે પાળવી રહી.
બીજા દિવસના પ્રભાતે મુનીશ્વર પધાર્યા છે. દાસી રાજાની. આજ્ઞા પાળવા ખાતર ભિક્ષા આપે છે, પણ તે સમયે તેને અસદુભાવ દર્શિત થઈ જાય છે. રાજા સમજી ગયો કે પ્રભુના કથન. પ્રમાણે આ કાર્ય સિદ્ધ થયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org