________________
જૈનદર્શનમાં ધ્યાન
પર તત્ત્વની શ્રદ્ધા સહિત ધર્મધ્યાનના ચિંતન, રૂચિ, અનુપ્રેક્ષા, આલંબન અને ભાવનાના પ્રકારના સેવન પછી, દઢ પુરુષાર્થ વડે મિથ્યાત્વની ગ્રંથિરૂપ સાત પ્રકૃતિએ શિથિલ થઈ જાય છે. આત્મા સમ્યગ્દર્શનને અધિકારી બને છે.
વળી જેમ જેમ ધ્યાનમાં સ્થિરતા વધતી જાય છે, તેમ તેમ આત્મસ્વરૂપના અંશે અનુભવાય છે. એ અનુભવમાંથી નિષ્પન્ન થયેલું જ્ઞાન પ્રજ્ઞારૂપે રહી કર્મના ઉદયને જાણું લે છે, અને તેનાથી પોતે જુદ છે તેમ સમજે છે, તેને વિષમ પરિસ્થિતિમાં પણ પરિણામની વ્યાકુળતા થતી નથી. સમતાની અપૂર્વતા અનુભવાય છે. ધ્યાનની એક પળનું સામર્થ્ય
ચિત્ત-સ્થિરતાના દીર્ઘકાલીન અભ્યાસથી ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરતાં કોઈ પળે નિર્વિકલ્પદશાને અંશે આત્માને અનુભવ થાય છે. આ અનુભવ વીજળીના ઝબકારા જે છે. ઘન અંધકારભર્યા એરડામાં વીજળીના ચમકાર વડે ત્યાં રહેલી વસ્તુ દષ્ટિગોચર થાય છે, તેમ એક પળના આવા અપૂર્વ દર્શનના અનુભવે સ્વરૂપના પૂર્ણ દર્શનને આસ્વાદ અનુભવમાં આવે છે. તે પળનું, અનુભવરૂપી દર્શન જ્ઞાનરૂપ થાય છે, જ્ઞાનની પૂર્ણતા અને ચારિત્રની શુદ્ધતા પ્રગટ્ય અપ્રમત્ત દશાવાન મુનિજને ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું એકત્વ અનુભવે છે, અને ત્યાં કેવળ નિજાનંદમાં વતે છે. તેનું વર્ણન જ્ઞાનીઓ પણ કરી શક્યા નથી, તે સહજાવસ્થા છે, જ્ઞાનીગમ્ય છે.
“જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શુ કહે અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.
શ્રીમદ્ રાજચંદ્રકૃત અપૂર્વ અવસર, ગાથા ૨૦ ક સાત પ્રકૃતિઓ-અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય અને મિથ્યાત્વ મોહનીય. મિશ્ર મેહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ દર્શનમોહની ત્રણ પ્રકૃતિએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org