________________
પ૭
સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન રાગાદિ આત્માને મૂળસ્વભાવ નથી, એવો પ્રતીતિયુક્ત અનુભવ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. અજ્ઞાન ટળે – જ્ઞાન પ્રગટે
એક ફાનસના ગેળાને મેશ લાગી હોય તે તેમાં ત પ્રગટેલી હોવા છતાં તેને પ્રકાશ પ્રગટપણે જણાતું નથી, તેમ આત્માને જ્ઞાનાવરણાદિ કર્મોનું આવરણ હેવાથી આત્મજ્ઞાનને પ્રકાશ પ્રગટપણે અનુભવમાં આવતું નથી; અને અજ્ઞાનવશ છવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
અજ્ઞાનને વશ થયેલ આત્મા, પગલિક પદાર્થોના સંગવિયેગથી થતું સુખદુઃખ પિતાને થતું જાય છે તેમ અનુભવે છે. પણ આવરણ મંદ થવાનાં નિમિત્તે પ્રાપ્ત થતાં સાધકનું લક્ષ આત્મજ્ઞાન પ્રત્યે વળે છે, તેથી કમે કમે અજ્ઞાન દૂર થતું જાય છે સ્વયં આત્મા જ સ્વભાવે તિસ્વરૂપ છે એવી અંતરંગ શ્રદ્ધા થતાં આત્મા પિતે જ બેધ પામે છે કે, અરે ! આત્મા તે હું પોતે જ છું, હું પરમાર્થથી શુદ્ધબુદ્ધ, નિરંજન, નિરાકાર ચૈતન્યરૂપ છું, આવું સ્વ-જ્ઞાન થતાં હું પણ મટીને પિતે જ્ઞાતા-દ્રષ્ટા બની જાય છે અને કતૃત્વભેતૃત્વના ભાવ કે જે પરિભ્રમણનાં કારણો હતાં તે મંદતા પામે છે, અને કેમે કરીને તે નષ્ટ થાય છે, ત્યારે હું પોતે “હું” મટી હરિ રૂપે પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન-નાનનો મહિમા
કલિકાલસર્વર શ્રી હેમચંદ્રાચાર્યરચિત યોગશાસ્ત્ર ગ્રંથમાં સમ્યગદર્શનાદિના માહાભ્યની પ્રરૂપણ નીચે પ્રમાણે કરવામાં આવી છે કે –
રાજ્ય મળવું, ચક્રવર્તી થવું કે ઇંદ્રપણું મેળવવું દુર્લભ કહ્યું નથી, પણ, બધિરત્ન (સમ્યગદર્શન) પ્રાપ્ત કરવું દુર્લભ છે.”
“જેવી રીતે તત્ત્વનું સ્વરૂપ કહેલું છે તેવી જ રીતે સંક્ષેપથી કે વિસ્તારથી તેને બોધ છે તેને વિદ્વાન પુરુષે સમ્યગુજ્ઞાન કહે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org