________________
૭૪
ધ્યાન ઃ એક પરિશીલન સ્વરૂપ સ્વીકાર્યું છે. પણ આધુનિક યુગને માનવી એમ સમજે છે કે સરિતારનાન એ અંધશ્રદ્ધા છે, અને મેજમજા માટે સાગરસ્નાન એ જીવનમાં માણવા જેવું છે. સરિતા-સ્નાનવાળાની શ્રદ્ધા આંધળી હશે તેય પ્રભુભક્તિના ભાવે તેનું હૃદય ક્યારેક આ થવા સંભવ છે; પણ સાગરસ્નાનવાળે તરતાં આવડે તો ભલે સાગરમાં ન ડૂબે, પણ દેહસુખમાં રાચને તે ભવસાગરમાં તે ડૂબશે.
જગતનાં સદોષ સાધનના સુખની પાછળ દોડનાર તેમાંથી. ઉત્પન્ન થતાં દુઃખને સહન કરવા છતાં બેધ પામતું નથી. અતિ ધનસંપત્તિ એકઠી કરીને તેના રક્ષણ માટે પ્રપંચ, ભય અને ચિંતામાં વ્યસ્ત રહેવું તે શું દુઃખ નથી ? અને તેના પ્રમાણમાં એનાથી મળતું સુખ કેટલું અને કેટલા સમય પૂરતું? લેકે જાણે કે આ માણસ શ્રીમંત છે. સુખમાં ગણે તે પાટલે પચવાની ગોળી અને ખાટલે ઊંઘવાની ગોળી લેવી પડે છે, શુભગ હેય તે વળી તેમાંથી બચે છે; છતાં પિતાનાં પાત્રે ચાંદીનાં છે, અદ્યતન સાધને છે, મૂલ્યવાન વસ્તુઓ છે તેને વાળીને રાજી થાય છે. આમ છતાં જીવાદોરી તૂટતાં જીવને આ સર્વ ત્યજીને જવું પડે ત્યારે લેકે મેં વકાસીને જોઈ રહે છે. અને પછી એ ઘટનાને ભૂલીને
કે જે રીતે જીવતા હોય છે તે રીતે જ જીવ્યા કર્યા કરે છે ! સમ્યગદષ્ટિ આત્મા આવી બાળચેષ્ટાથી મુક્ત હોય છે.
જ્ઞાની પુરુષનું કથન છે કે, તૃષ્ણ આકાશની જેમ અનંત છે અને તે જ દુઃખનું મૂળ છે. કાણાવાળી ચારણીમાં પાણી રહી. શકતું નથી, એને કૂવામાં ડુબાડીને પાણી કાઢે તે પણ એ એમાં રહેવું શક્ય નથી. આવી જ સ્થિતિ તૃષ્ણવાળા માનવના મનની છે. મન કાણાવાળા પાત્ર જેવું છે. ગમે તેટલાં સુખનાં સાધન મળે, તે પણ જીવને પંચેન્દ્રિયના વિષયે ઓછા જ લાગે છે. આવા ક્ષુબ્ધ મનની બાળચેષ્ટાને ત્યજીને મહાત્માઓએ આત્મજ્ઞાન વડે તેને તૃપ્ત કર્યું છે. તે સમ્યગજ્ઞાનવંત આત્માઓને પોતાના સહજસુખની સમાધિ વતે છે પછી દોડવાનું, યાચવાનું, મેળવવાનું
આવી બાળરોણથી જ ભૂલીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org