________________
'૭૮
ધ્યાનઃ એક પરિશીલન બને છે. કુળ પરંપરાની છાપ મારીએ તેથી વ્યક્તિ સાધુતા પામતી નથી, સાચા સાધક સાધુ જ્ઞાન–ધ્યાનમાં લીન હેય છે અને પવિત્ર ચારિત્ર પાળે છે તે મેક્ષ પ્રત્યે ગમન કરે છે.
સાચું જૈનત્વ શું છે? શ્રી શુભચંદ્રાચાર્યવિરચિત જ્ઞાનાર્ણવમાં ઉલ્લેખ છે કે જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તે નિયમથી સમ્યગદર્શન છે. તે સમ્યગદર્શન
સ્વભાવથી (નિસર્ગ) અથવા અધિગમથી (પોપદેશથી) ભવ્યજીને "ઉત્પન્ન હોય છે.
જેન કુળમાં જન્મ થવા માત્રથી કે નવતત્વના નામ મુખપાઠ કરવાથી સમ્યગદર્શન પ્રાપ્ત થયું તેમ ન માની લેવું. વળી કુળપરંપરાએ સદૈવાદિને સામાન્ય વેગ મળી જાય તેને જ સમ્યક્ત્વ માની લેવું તે પણ ગ્ય નથી. આ કાળે આવા યોગે જૈન કહેવડાવવું સત્યથી વેગળું જણાય છે. ખરેખર તે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના તે મેક્ષને અર્થાત જૈનને પંથ (માર્ગ) છે. એટલે કે તેમાં જૈનત્વ સમાય છે.”
“જૈન” એ કોઈ મત કે સંપ્રદાય નથી. રાગદ્વેષને જીતે તે જિન કહેવાય છે. તે જિનની આજ્ઞાએ જે રાગ-દ્વેષ રહિત થવાને પુરુષાર્થ કરે તે જન કહેવાય છે. તેમાં નાતિ, જાતિ કે પાંતિના ભેદ નથી.
“જેમાં લીન થઈ જવાથી જી અનંત સંસારસાગરને પાર કરી જાય છે તથા જે સર્વ જી માટે શરણ સમાન છે, તે જિનશાસન છે.”
(સમણુસુત્ત) સાધકની વર્તમાન દશા અશુદ્ધ છે. તેમાં ગુણધર્મનાં બીજ વાવીને તેને વિકસિત કરવાની છે, બીજ વાવવા જમીનને જેમ કેળવવી પડે છે અને સ્વચ્છ કરવી પડે છે, તેમ અશુદ્ધ મનની મિને આત્મવિચાર વડે સાફ કરી કેળવવી પડે છે. એમ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org