________________
સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન
ત્યાર પછી દર્શન શું, ધર્મ શું કે વૈરાગ્ય શું છે તે અભ્યાસ વડે સમજાય છે અને ઉપશમ તથા વૈરાગ્ય વડે અભ્યાસ દઢ થઈ પરિણુમ પામે છે. જેને આ લાભ થાય છે તે સમ્યગદર્શનને અધિકારી બને છે.
સ્થૂલ મનના શુભાશુભભાવે વડે આત્મપરિણામે તે રૂપે પરિણમે છે, પણ ખરી રીતે તે આત્માનું અસલ સ્વરૂપ નથી. શુભાશુભભાવનું આત્યંતિક પણે ક્ષીણ થવું અને નિરાવરણ જ્ઞાનનું ઉત્પન્ન થવું તે આત્માનું અસલ સ્વરૂપ છે. જેમ સફેદ ફટિકની પાછળ જે રંગને કાગળ મૂકીએ તેવા રંગનું સફટિક દેખાય છે, પણ તેથી એની મૂળ સફેદાઈ નષ્ટ થતી નથી, તેમ આવરણ દૂર થતાં અનાવરણ આત્મા અનુભવમાં આવે છે, તે અનુભવને અંશે પ્રકટપણે સમ્યગુજ્ઞાનરૂપે પરિણમે છે; તે જ્ઞાનમય આત્મા સમકિતી કહેવાય છે.
એક વાર સમતિની સ્પર્શના થઈ કે આત્માના ગુણ સમ્યમ્ થતા જાય છે. સરળતા, શાંતિ, ક્ષમા, સમતા જેવા આત્મિક ગુણો સમ્યગ રૂપ ધારણ કરે છે. આ સમકિતી આત્મા શાંત, દાંત અને અબ્રાંત હોય છે, તે વિવેકપૂર્વક દેવગુરુને સમર્પિત થાય છે. પરમાત્મરૂપ થવા તે પરમાત્માને ધ્યાવે છે. તે આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને ભક્તિની સંવાદિતા હોય છે. તેનું ચિત્ત ઉદાત્ત ગુણોથી રસાયેલું હોય છે. આથી પૂર્વસંચિત કર્મોને ભાર અતિશય હળવે થઈ જાય છે પાપપુણ્યરૂપી આશ્રવ દ્વાર બંધ થતાં જાય છે, તે આત્મા સંયમમાર્ગને આરાધી, સંવરરૂપ થઈ, નિર્જરા તત્વને પામે છે અને મેક્ષની નિકટતા અનુભવે છે. જૈનધર્મની આ સાચી આરાધના છે. અર્થાત્ જે જ્ઞાન, દર્શન ચારિત્રની આવી શુદ્ધ આરાધના કરે છે તે જૈન છે. રત્નત્રયની શુદ્ધિ તે ધ્યાન છે, જે આત્મભાવની સ્થિરતારૂપ છે.
પરમાત્માની અને ગુરુની અનન્ય ભક્તિ, શ્રદ્ધા અને વિનય, સ્વયંશુદ્ધિ તથા જાગૃતિ – આ બધાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org