________________
સમ્યગદર્શન–જ્ઞાનચારિત્રરૂપ ધ્યાન
૭૨ ભયકર સ્વરૂપ જાણી મુક્ત થવા પ્રયત્ન કરે તે બંધ તત્વની સમજ છે.
મેક્ષ કર્મબંધનને સર્વથા નાશ તે મેક્ષ છે. અર્થાત્ રાગાદિ ભાવને આત્યંતિકપણે નાશ તે મોક્ષ છે.
આ તના વધુ અભ્યાસ માટે સિદ્ધાંત શાસ્ત્રોનું અનુભવી પાસે અનુશીલન કરવું તને અભ્યાસ સાધકને માટે જરૂરી છે, આવા અભ્યાસ વડે ઉપગની સ્થિરતા અને સૂક્ષમતા વધે છે, આ તને હેય (ત્યાજ્ય) ઉપાદેય (આદરવાયેગ્ય) ફેય (જાણવા) રૂપે જાણવા અને માનવા તે તત્વનું શ્રદ્ધાન છે.
તત્ત્વશ્રદ્ધાનો મહિમા તત્વની શ્રદ્ધા, બેધ, અને વિચાર આચારની સમીપતા આણે છે. મનુષ્યને સુધાનું ભાન થાય છે ત્યારે તે, વિચારને કાલ પર મુલત્વી રાખતા નથી. કેઈ કહે, મને ધર્મબંધ થયે છે પણ હવે આચરણ થતું નથી કે થાય ત્યારે ખરું, તે સમજવું કે તે યથાર્થ બેધ પામે નથી, એવા નિ સત્ત્વ ધ વડે કે કેવળ શબ્દધ વડે જાણપણું સાર્થક થતું નથી. સાચી સમજ અને સર્વ સહિતને બેધ એ પરિવર્તનની ક્રિયા છે જે સમયે સમજ આવી તે સમયે અધિક પણ આચરણ કરે, દોષે પાતળા પાડે, ત્યારે અંતરાયે ટળી જાય છે. તેમાં તર્ક કરવા એ તત્ત્વશ્રદ્ધા નથી. તર્ક કે બુદ્ધિની ધાર આચરણમાં અંતરાય કરે છે. નિર્મળ બુદ્ધિ અને યથાર્થ શ્રદ્ધારૂપી બે પૈડા પર જીવનરથ ચાલે છે, ત્યારે આત્માર્થ ફળવાન થાય છે.
ભૂતકાળમાં જીવે જે કંઈ સારું-બૂરું સર્જન કર્યું છે, તેને પરિપાક વર્તમાન છે, તેમાંય વર્તમાનની પળ માનવના હાથમાં છે. ભૂતકાળ સરી ગયે છે તેનું સ્મરણ એ વિકલ્પની જાળ છે, એક ભ્રમ છે. અને ભાવિ કે જેનું જીવન જ્ઞાન નથી, તેને સંકલ્પ તે આશાની મધલાળ છે. કેવળ વર્તમાનની પળ-પરિણામ પર્યાય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org