________________
૫૮
ધ્યાનઃ એક પરિશીલન. કર્મક્ષયથી મોક્ષ થાય છે. તે કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે. તે આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે માટે ધ્યાનને હિતકારી માનેલું છે.
“વિષયથી વિરામ પામેલા અને સમભાવથી વાસિત ચિત્તવાળા મનુષ્યોને કષાયરૂપ અગ્નિ ઉપશમી જાય છે અને સમ્યકત્વરૂપ દીપક પ્રગટે છે.”
સમત્વનું અવલંબન કરીને યેગીઓએ ધ્યાનને આશ્રય કરવો જોઈએ, સમભાવ સિવાય ધ્યાનને પ્રારંભ કરવામાં ધ્યાનમાં પ્રવેશ ન થતાં, આત્મા વિડંબના પામે છે. છાસ્થના મનની સ્થિરતાને ધ્યાન કહેવામાં આવે છે.”
“સામ્યભાવ સિવાય ધ્યાન હોતું નથી અને પ્રધાન સિવાય નિષ્કપ સમત્વ આવતું નથી.
શાસ્ત્રકારોનું કથન છે કે, મુનિ મુખ્યપણે ધ્યાનના અધિકારી છે, છતાં ગૃહસ્થ સમકિત કે સમ્યગદર્શનવાન હય, અથવા તે દશાની નજીક હોય અને જે ધ્યાનમાર્ગને પુરુષાર્થ કરે તે મુનિદશાને યોગ્ય થવા માટે વિકાસ સાધી શકે છે. માટે સમકિત કે સમ્યગ્ગદર્શન વિષેનું જ્ઞાન, તે ધ્યાનનું અંગ હેવાથી તેને વિષેનું જ્ઞાન આવશ્યક છે. શાસ્ત્રોક્ત કથન ગ્રંથના પાછળના ભાગમાં પરિશિષ્ટમાં આપવામાં આવ્યું છે, અહીં તે માત્ર સામાન્ય સમજ આપી છે.
સામાન્યતઃ ચારે ગતિમાં સમકિતપ્રાપ્તિની સંભાવના છે. આ વિષમ અને વિકટકાળમાં સંસારપરિભ્રમણના કારણરૂપ મિથ્યાત્વ શું છે તે સમજાવું મનુષ્યને અઘરું છે, તેમજ સમકિતના
સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા થવી જ દુર્ઘટ છે તે પછી સમ્યગ્નદશન અને જ્ઞાનની સાક્ષાત્ પ્રાપ્તિ દુર્લભ હોય તેમાં આશ્ચર્ય શું? ૦ મિથ્યાત્વ શું છે તે જાણવાની આવશ્યકતા
સંસારમાં જે પ્રાયે મિસ્યારૂપી ગ્રંથિથી બંધાયેલા છે, આ મિથ્યાત્વ શું છે? ૦ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યાસબુદ્ધિ. છે અને સત્ સમજવું; સને અસત્ સમજવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org