________________
ધ્યાન: એક પરિશીલન સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યગ્રજ્ઞાનનો અધિકારી બને છે, અને તે આત્મા સમ્યફચારિત્ર પામે છે, અર્થાત્ મુનિદશા પ્રગટે છે અને કેમે કરીને મુક્ત થાય છે.
સંસારમાં કોઈ મનુષ્યને ધનની પ્રાપ્તિ કરવી હોય તે માટે તે પ્રયત્નશીલ બને છે, અને તે તે પ્રકારનાં સાધને જે છે; વળી સમય અને શક્તિને પણ કામે લગાડે છે અને ધનની પ્રાપ્તિના ધ્યાનમાં નિમગ્ન રહે છે, તેમ આત્મધન પામવા, સમ્યગદર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયી પામવા સદૂભાગી જીવે તે માટે પુરુષાર્થ કરે જોઈએ. તેને માટે એક કે વધુ જન્મ થાય તેય તે સાચા માગે જ હશે. માટે સાધનને આશ્રય કરી આત્મશ્રેય સાધવું તે માનવદેહની સાચી સફળતા છે. તેના સંસ્કાર આ જન્મમાં જ દૃઢ થવા જોઈએ, એમ થાય તે જીવનનું સાચું પ્રભાત ઊગે છે.
સશુરૂગમે કે આગામે કરી સમજની નીપજ થયા બાદ સાધકને જે કઈ સંસ્કારમાં શ્રદ્ધા જન્મ કે વિકાસ થતો લાગે તે પ્રમાણે જપ, સ્મરણ, દીર્ઘશ્વાસ, મૂર્તિ કે જ્યત જેવી કેઈ એક પ્રક્રિયાનું અવલંબન લઈ ચિત્તની સ્થિરતા કેળવવી. જેમ અમુક સ્થળે જતાં યાત્રીને અંધકારમાં જેટલા અંતરે માર્ગ દેખાય તે પ્રમાણે આગળ ચાલે છે. વળી આગળને માર્ગ દેખાય અને આગળ ચાલે છે, તેમ સાધનામાર્ગમાં સાધકે સંસ્કારની દઢતા પ્રમાણે સમજ અને સુપ્રતીતિ આવતી જાય તેમ તેમ આગળ કદમ ઉઠાવતાં જવું. વચમાં કઈ શિથિલતા કે મંદતા આવે ત્યારે વળી ગુરુનિશ્રાને કે સંતસમાગમને આધાર લઈ આગળ ચાલવું. સમ્યક દશાવાન આત્મા પળને – વહી જતા સમયને જાણે છે અને સત્સાધનમાં પ્રવૃત્તિ રહી દોષથી – કર્મથી બચે છે. માનવદેહ મળવા છતાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આવડી મોટી ખાઈ છે. એક પાસે તત્વની શ્રદ્ધા છે, બીજા પાસે ભાગી છૂટવાને તર્ક છે. પ્રભાતમાં સૂર્યને તડકે થાય ત્યારે તેના પ્રકાશમાં કેઈ અંતર નથી; છતાં જમીન પર પડેલું રત્ન એ પ્રકાશમાં પ્રકાશે છે અને કેલસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org