________________
સમ્યગ્દર્શન-જ્ઞાન—ચારિત્રરૂપ ધ્યાન
સમ્યજ્ઞાન-પ્રજ્ઞારૂપે પ્રકાશી ઊઠે છે. તે પ્રકાશમાં જગતના પદાર્થોનુ યથાર્થ વસ્તુ-સ્વરૂપ સમજાય છે, અનંતકાળની મિથ્યા ભ્રમણાએ ભાંગી જાય છે. અજવાળું થતાં જેમ અધકાર અદૃશ્ય થઈ જાય છે, તેમ સમ્યગ્રજ્ઞાને કરીને અંધકાર દૂર થઈ જાય છે. ચિત્તની નિર્મળતાને કારણે તે આત્માને ગુણરાશિ પ્રગટતા જાય છે. તે દ્વારા સકામ નિર્જરા થઈ આત્મા અનુક્રમે શુદ્ધ જીવનનેા સ્વામી અને છે.
સમકિતી આત્માને જે નિજસુખ વર્તે છે, તે કોઈ ચક્રવતી ને પણ પ્રાપ્ત થતું નથી. જગતના મૂલ્યવાન ગણાતા માદ્યપદાર્થો વડે તે સુખ સંભવિત નથી. જગતનાં બહુમૂલ્ય રત્ના કે સુખનાં સાધન વર્ડ પ્રાપ્ત સુખ તે અનિત્ય છે, તેની પાછળ દુઃખ ડોકાતું રહે છેઃ જેમ કે ધનસંપત્તિ વધતાં તે લૂંટાવાની ચિંતા, સુંદર સ્ત્રી મળે તે રક્ષણની ચિંતા, યૌવનમાં વૃદ્ધત્વ આવશે તેની ચિંતા, માન-કીતિ મળે તે આંખાં પડવાની ચિંતા, ઇત્યાદિ. આમ સંસારી જીવ સદા ભય અને ચિંતારૂપ અગ્નિથી તપ્ત રહે છે. સમિકતી આત્મા આવા ભય ઇત્યાદિથી મુક્ત હોય છે. તે પ્રારબ્ધયેાગે જે મળે તેમાં પણ મમત્વને ભાવ ન હેાવાથી સદા સંતુષ્ટ રહે છે, તેથી નિરપેક્ષ સુખને અનુભવે છે.
સમ્યકૃત્વ એટલે યથાર્થતા અને મિથ્યાત્વ એટલે વિપરીતતા. પ્રથમ ભાવ જીવનનુ' સત્ય અને સત્ત્વ છે, તા દ્વિતીય ભાવ જીવનની અહિંસુ ખતા અને વિપર્યાસપણુ છે. ગુરુગમે નિર્મળ બુદ્ધિ, શ્રદ્ધા અને અનુભવની પ્રતીતિ તે સમ્યક્ત્વ છે. સભ્યષ્ટિવંત આત્મા સ્વ-પરના ભેદને અનુભવ કરે છે; અને સત્-ચિત્—આનંદરૂપ પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે છે. આવા પ્રબુદ્ધ આત્માનાં વ્રત, તપ, જપરૂપ સત્ ભાવા જ્ઞાનયુક્ત હાવાથી ઘણાં કર્મોને નાશ કરે છે. સમય, સ્થાન, ખાદ્ય સંયેાગે વગેરે તે આત્માને અંતરાય કરતાં નથી. ક્વચિત્ વિષમ પરિસ્થિતિ આવે તેપણ તેમાં વ્યાકુળતા થતી નથી.
મ
Jain Education International
૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org