________________
ધ્યાન એક પરિશીલન અમૂઢદષ્ટિ અંગ (સ્વધર્મશ્રદ્ધા) મન, વચન અને કાયાથી અજ્ઞાનીની પ્રશંસા કરે નહિ, તેમનાથી પરાભવ પામે નહિ, તે સમ્યગદષ્ટિ આત્માને અમૂદષ્ટિ ગુણ છે. પદાર્થના બેધમાં વિચક્ષણ હોય છે.
ઉપગૃહન અંગ (દોષોને ઢાંકવા) સમ્યગદષ્ટિ આત્મા કેઈના દેને પ્રગટ કરે નહિ, બીજાના દોષ જુએ નહિ અને કદાચ જાણે તે પણ તે પૂર્વના કર્મને વિપાક છે એમ માને અને તેની નિંદા ન કરે.
સ્થિતિકરણ અંગ (માર્ગમાં સ્થિર કરવાને ભાવ)
સમ્યગદષ્ટિ આત્મા કારણવશાત્ કોઈ ધમી જીવને માર્ગથી ચલિત થતે દેખીને તેને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે તે સ્થિતિ કરણ ગુણ છે.
વાત્સલ્ય અંગ (નિર્મળ પ્રેમ). રત્નત્રયના ધારકે પ્રત્યે આદર-સત્કારપૂર્વક વર્તવું અને સ્વાભાવિક પ્રીતિ રાખવી તે પરંપરાએ મોક્ષનું કારણ છે. આ ભાવને વાત્સલ્ય કહેવામાં આવે છે.
પ્રભાવના અંગ વીતરાગ પરમાત્માના શાસનની શોભા અને માહાત્મ વધારવા વિશિષ્ટ દાન, શીલ, તપ, પૂજા જેવાં કાર્યો કરવાં તે પ્રભાવના ગુણ છે, ૦ જીવનનું સુપ્રભાત
અનાદિકાળના પરિભ્રમણના કારણભૂત અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા સમ્યગદર્શન એ “સુપ્રભાત છે. પ્રભાત થતાં સૂર્યના પ્રકાશ વડે જેમ ધરા પ્રકાશી ઊઠે છે અને પ્રાણીમાત્રનું જીવન ગતિશીલ બને છે, તેમ સમ્યગદર્શન પ્રગટ થતાં જીવનનું ચૈતન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org