________________
૦
૦
સભ્યશન - જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન
પટ ૦ દેહમાં આત્મબુદ્ધિ – દેહ તે “હું છું તેવી માન્યતા. ૦ આત્મામાં દેહબુદ્ધિ, રાગાદિ પર્યાયમાં પિતાપણું, સુખદુખાદિ
માં આત્મભાવ. ૦ અસત્ પદાર્થો કે દેહાદિમાં સુખબુદ્ધિ, ૦ સત્-આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરણ. ૦ સદેવ, ગુરુ અને ધમમાં અનાસ્થા કે અનાદર. ૦ અસવ, ગુરુ અને ધર્મમાં આસ્થા કે આદર. ૦ તત્ત્વ-સંબંધી એકાંત માન્યતા, વગેરે અનેક પ્રકારે જાણવું. (સવ – સર્વજ્ઞ વીતરાગ, સદ્ગુરુ – નિગ્રંથમુનિ, સધર્મ – છ. દ્રવ્ય તથા નવતત્ત્વની શ્રદ્ધા અને વીતરાગનાં વચનમાં ધર્મમય. આજ્ઞાને આદર અને દયારૂપ મૂળ ધર્મ).
ઉપરના મિથ્યાત્વના પ્રકારોને જાણે-અજાણે પણ સેવવાથી સંસાર-પરિભ્રમણ વધે છે અને જીવ દુઃખ પામતે રહે છે. ૦ સમ્યગ્દશનનાં લક્ષણે
શાસ્ત્રમાં સમ્યગદશાનાં પાંચ લક્ષણ છે જે આ પ્રમાણે છે: શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા. આ પાંચ પ્રકારે આત્મદશાને જાણવાનાં માપયંત્રો જેવાં છે. તેના ભાવાર્થને સમજવાથી તેને સ્પષ્ટ ખ્યાલ આવશે. મિથ્યાત્વરૂપી મિથ્યામતિથી અને દિશામૂઢતાથી પાછા વળેલા જીવમાં આ ગુણે પ્રગટ થાય છે અને તેથી જીવ સાચી દિશા તરફ વળે છે.
શમ ક્રોધ, માન, માયા, લેભરૂપી કલાનું મંદ થવું, રાગાદિ ભાવનું મંદ થવું, અર્થાત્ બંધનાં કારણેનું સમાઈ જવું તે શમ છે.
જેમ જેમ કષાયે શાંત થતા જાય તેમ તેમ તેનું સ્થાન, ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ લે છે. રાગ-દ્વેષનું સ્થાન નિર્મળ પ્રેમ અને મધ્યસ્થતા લે છે, તેની ફળશ્રુતિ વૈરાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org