________________
ધ્યાન એક પરિશીલન
સંસ્કારામાંથી અનેક વિકલ્પો અને વિચારા ઊઠે છે; તેથી સ્વરૂપધ્યાન તેને અનુભવમાં આવતું નથી. જો જિજ્ઞાસાના બળે તે ધર્મધ્યાનના અવલંબનને સેવે તે પ્રયત્ન વડે ભૂમિકા બંધાય છે.
ગૃહસ્થ સાધકે પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લેતા પહેલાં ચિત્તની સ્થિરતાના, આત્મચિંતનના અભ્યાસ કરવા જરૂરી છે. ધર્મધ્યાનમાં ચિંતન, ભાવના આઢિ વિવિધ પ્રકારો દર્શાવ્યા છે. તેમાં ભૂમિકા અનુસાર પ્રવેશ કરવા, જેથી ચિત્તની સ્થિરતા કેળવાતી જાય છે.
૫૦
પરમાત્માનું ધ્યાન કરવા પ્રભુ પ્રત્યે શ્રદ્ધા પ્રીતિ અને ભક્તિ જોડવાં જરૂરી છે, દેહરોગ મટાડવા વૈદ્યમાં શ્રદ્ધા રાખવી પડે છે, ઔષધના ઉપયોગ જાણવા પડે છે, પથ્ય પાળવું પડે છે, તેમ ભવરાગથી મુક્ત થવા પરમાત્માના પ્રત્યે શ્રદ્ધા, તેમના સ્વરૂપનું જ્ઞાન અને ભવરોગ દૂર કરવા ત્યાગ વૈરાગ્યાદિનું પથ્ય પાળવુ જરૂરી છે.
પરમાત્મા પ્રત્યે આશ્રય, શ્રદ્ધા, નિશ્ચય કે ભક્તિ એ કોઈ પરાધીનતા નથી. સદ્ગુરુની નિશ્રા અને સમણુ તે પરાધીનતા નથી; પરંતુ સાધક માટે દોષમુક્તિના, ગુણવૃદ્ધિના એ ઉપાય છે. સ્વ-આત્મા નિશ્ચયથી પોતાના ગુરુ છે, છતાં તેની અશુદ્ધિ ટાળવા સદ્ગુરુની નિશ્રાએ અવલંબન છે.
“માનાદિક શત્રુ મહા નિજ દે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય,’૩ ૧૮ – શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જગતવ્યવહારનાં શિક્ષણ માટે શિક્ષક કે માર્ગદર્શકની જરૂર રહે છે. સારા વકીલ કે ડોકટર થવા માટે તે પ્રકારના ઉત્તમ નિષ્ણાત પાસે શિક્ષણ લેવું જરૂરી છે; તેમ આ સૂક્ષ્મ માર્ગના બેધ-શિક્ષણ માટે તે માર્ગને અનુરૂપ જ પરમાત્મા અને સદ્ગુરુની નિશ્રા જરૂરી છે. તેમના પ્રત્યેના આદર અને ભક્તિ ચિત્તને નિર્મળ કરે છે, જિજ્ઞાસાને તૃપ્ત કરે છે અને સાધક આગળ વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org