________________
જૈનદર્શનમાં ધ્યાન
૪૯ કરે છે. આ માર્ગ અંતિમ દશાની પ્રાપ્તિ સુધી સજગતાને અને પુરુષાર્થને છે.
કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાભાવ છે, વિપર્યાસબુદ્ધિ છે. રાગાદિ તેની આડ પેદાશ છે. તે મિથ્યાત્વભાવ આત્મજ્ઞાન વડે દૂર થઈ જાય છે.
આત્મજ્ઞાન વડે સ્વ-પરનો ભેદ દઢ થાય છે. જ્ઞાનીને પૂર્વ પ્રારબ્ધયોગે સંસારને ઉદય હોય ત્યારે રાગાદિના મંદભા હોય છે. પરંતુ સજગતાને કરાણે રાગાદિ ભાવે વડે જ્ઞાની લેવાતા નથી, તે જ્ઞાનધારાની વિશેષતા છે.
વૃત્તિઓનું વિષયાકાર થવું, ભાવ-પરિણામનું બહિર્મુખ થવું કે યોગ-ઉપગનું અસ્થિર થવું, તે કર્મ છે. વૃત્તિઓનું આત્માકાર થવું તે અંતર્મુખતા છે. ઉપગનું સ્થિર થવું તે ધર્મ છે. એ ધર્મરૂપ ધ્યાન તે સમીપ મુક્તિગામી આત્માને પ્રાપ્ત થાય છે. નિર્મળજ્ઞાન પ્રાપ્ત આત્મા પરિભ્રમણને સમાપ્ત થવાનું સામર્થ્ય ધરાવે છે. કર્મવશ આત્મા અનંત પરિભ્રમણ વધારે છે. જ્ઞાનીઓએ પ્રકાર્યું છે કે :
જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કર્મને છેહ,
પૂર્વ કેડી વર્ષો લગે અજ્ઞાની ન કરે તેહ.” સાધકની જિજ્ઞાસા અને સમર્પણ
અશુભધ્યાનના દુષ્પરિણામને જાણીને સાધકને ધ્યાનમાર્ગની જિજ્ઞાસા થાય છે, ત્યારે તે વિચારે છે કે મારે કેમ ધ્યાન કરવું અને કેનું ધ્યાન કરવું? નિશ્ચયથી તે “સ્વાત્મા જ ધ્યાન કરવા
ગ્ય છે. એટલે સ્વરૂપનું ધ્યાન કરવા તે પ્રેરાય તે પણ સ્વરૂપનું જ્ઞાન કે અનુભવ ન હોવાથી આરંભમાં તે આસન લગાવી આંખ બંધ કરીને બેસે ત્યારે તેને એકાએક સ્વરૂપ દર્શન થતું નથી. વર્તમાન અવસ્થા અશુદ્ધ હવાથી, ચિત્તપ્રદેશ પર અંકિત થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org