________________
ધ્યાનઃ એક પરિશીલન વિશેષ થવાની મહત્ત્વાકાંક્ષા અથવા હું સાધન-સંપત્તિ હીન છું, દુઃખી છું કે રેગી છું, તેવી સતત વ્યાકુળતા; વળી કઈક ધર્મમાર્ગમાં પ્રવેશ થયે હેય તે “હું ધમ, ત્યાગી, સંયમી છું તેવું અભિમાન, અને તેમાં સુખ-દુઃખની કલ્પના કરવી – આ બધી અજ્ઞાન અને મેહજન્ય દશા છે, પરભાવ અને પરિચિતન છે. તેમાં ચેતના ખંડિત હોય છે, ધ્યાનની સમગ્રતા કેળવવામાં આ મેટા અંતરાયે છે.
પિતાની વૃત્તિઓ પરત્વે જાગૃતિ આવે તે વાસનાઓ શિથિલ થાય છે. જેમ જેમ વિશુદ્ધિ થતી જાય તેમ તેમ આત્મવિચારની સઘનતા વધતી જાય છે અને તેનું સાતત્ય ટકી રહે છે. તે પછી ધ્યાનની સમગ્રતા શું તેને અનુભવ થવા લાગે છે. એ અનુભવના રસાયણમાંથી જે વર્તન-વ્યવહાર થાય છે, તે નિર્દોષ અને નિર્મળ હોય છે. ધ્યાનમાર્ગમાં ચિત્તની સ્થિરતા જેટલું જ સ્થાન ચિત્તની નિર્દોષતા અને નિર્મળતાનું છે. ધર્મકિયા જીવન-સન્મુખ હોય તે તે ધર્મધ્યાનરૂપે પરિણમે ખરી. જીવન-સન્મુખતા તે જ સાચી ધર્મક્રિયા છે, આત્મબેધ છે.
ધ્યાનમાગ અતિ સૂક્ષ્મ છે. સમગ્ર ચેતનાના અનુભવનું એ સત્ય છે. સૂકમ દોષ કે વિભાવ દશા સાથે આ અખંડ માર્ગમાં પ્રવેશ થઈ શકતું નથી. માટે પ્રથમ પગલું સાચી દિશામાં ભરવા આત્મજ્ઞાન, “સ્વ”નું જ્ઞાન, આત્મવિચાર, વિવેક, જાગૃતિ અને જીવનવિશુદ્ધિ એ પાયાની અને મહત્વની જરૂરિયાત છે.
આત્મબોધ વડે ધ્યાનને ધેરમાર્ગ શું છે તે સમજાય છે. તે માર્ગની યાત્રા માટે જીવનકમ સુવ્યવસ્થિત અને સુજિત હે જરૂરી છે, ધ્યાન શુદ્ધ અસ્તિવને અનુભવ મેળવવા માટેની અંતરયાત્રા છે. સરળ ચિત્ત અને વિશાળ હૃદય એ સાધકના ઉત્તમ ગુણે છે. તે વડે જીવનમાં સહજતા આવે છે. તે પછી સાધક આ કલ્યાણયાત્રાને પાત્ર થાય છે, એ કેડીને કંડારવા જીવનચર્ચામાં પરિવર્તન અને શુદ્ધિ આવશ્યક છે. વિષયેની વિરક્તિ વગર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org