________________
જૈનદર્શનમાં ધ્યાન
૪૩. અને રાજાને આખી રાત્રિ આસનસ્થ બેસવું પડ્યું. રાજાએ તે પિતાના અંતરમાં તેને સહાયક માની કે પોતે ધર્મધ્યાનનું વધુ. સમય આરાધના કરી શક્યો. ધ્યાનદશાના આનંદના અનુભવ વિના નવ કલાક સ્થિરતા ટકાવી દુર્લભ છે. વળી સંક૯પમાં કઈ બાંધ-છેડ પણ ન કરી કે દાસી તે અબુધ છે, કે તેણે તેલ પૂર્યું ત્યારે પણ હુંકાર કરીને રેકી નહિ. પરંતુ સંકલ્પને પૂર્ણ કરી, પ્રસન્નતાપૂર્વક ધ્યાન-આરાધનમાં દઢ રહ્યો.
ગૃહસ્થ સાધક ચિંતન માટે આવું આયોજન યથાશક્તિ કરી શકે. પિતાના નિવાસમાં કે પવિત્ર સ્થાને કુદરતી વન-ઉપવનમાં એકાગ્રતા કેળવવાને અભ્યાસ એ ધ્યાનમાર્ગનું સાધન છે. આવા કાયેત્સર્ગ ધ્યાન વડે ગૃહસ્થ, દેહથી ઉત્થાન પામી, સ્વશક્તિ પ્રમાણ દેહાધ્યાસથી મુક્ત થઈ, આત્માનુભવી થાય છે. ધમધ્યાન આરાધનનું સાફલ્ય
ધર્મધ્યાનની આરાધના સાધક આત્માને પૂર્વઆરાધનના સંસ્કાગે જીવનમાં પ્રશ્ન થાય છે કે આ જગતમાં માનવજન્મનું મુખ્ય પ્રજન શું છે? હું કેણ છું? મારું સ્વરૂપ શું છે? આ આત્મવિચાર જાગે છે તે આત્મા સસાધન મેળવવા પ્રયત્ન આદરે છે. સ્વદોષને જાણીને પાપથી દૂર થવા કોશિશ કરે છે. સત્સંગાદિ કારણેથી જીવનદષ્ટિ બદલાઈ જાય છે. જે દૃષ્ટિ જગતના પદાર્થોમાં સુખ શોધતી હતી તે દૃષ્ટિ હવે અંતમુ પણ થતી જાય છે. અને તેને પોષણ મળે કે તે વૃદ્ધિ પામે તેવાં નિમિત્તોની શોધમાં સાધક લાગી જાય છે. આ ધર્મધ્યાનને પ્રારંભ છે.
ભગવાન શ્રી મહાવીરે ઉપદેશ્ય છે કે
જે જીવને પરમાત્મા પ્રત્યે, ધર્મ પ્રત્યે અનુરાગ થાય છે તે જીવને જગતના પદાર્થો પ્રત્યે ઔદાસીન્યતા આવે છે.”
ધર્મધ્યાનના સાધકને બાહ્ય પદાર્થમાં રુચિ થતી નથી, પ્રીતિઅપ્રીતિ થતી નથી. આત્મજ્ઞાન વડે સ્વ-પરને ભેદ દઢ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org