________________
૪૪
તેને જાણે છે. જાય તેવી
ભૂમિકાએ
ધ્યાન એક પરિશીલન એવા જ્ઞાનને પૂર્વપ્રારબ્ધ ગે સંસારને ઉદય હોય તે રાગાદિ મંદપણે હેય ખરા, પરંતુ તે રાગને, તેના ઉદય, સત્તા વગેરેને જાણે છે, પણ તે તે રૂપે પરિણામ થઈ જતાં નથી. આવી ભેદજ્ઞાનની ધારાને કારણે વૈરાગ્ય-દશા વધતી જાય છે. અને ધ્યાનરૂપ અગ્નિ વડે ઉદયનાં અને સત્તાનાં કર્મોને તે નષ્ટ કરે છે. આમ સંસારથી મુક્ત થવા માટે ધ્યાન એ શ્રેષ્ઠ ઉપાય છે.
જ્ઞાની જે કંઈ બને તેને જાણે છે, જુએ છે, અને સમભાવે વતે છે. બાહ્ય પદાર્થો પ્રત્યે તન્મયતા ન થાય તેવી ચિત્તની ધારા સમભાવે ટકે છે. ધર્મધ્યાનના પ્રકારના સેવન વડે સાધક એ ભૂમિકાએ પહોંચે છે. માટે એ પ્રકારેનું શુદ્ધભાવ વડે અવલંબન લેવું. ૪. શુકલધ્યાનના પ્રકારે
શુક્લધ્યાનના ચાર પ્રકારની શાસ્ત્રોમાં પ્રરૂપણા છે. શુક્લધ્યાન કેવળીભગવંતે અને સર્વજ્ઞને હોય છે. અત્રે શુભભાવનાના હેતુઓ તેની સંક્ષિપ્ત વિગત આપી છે.
૧. પૃથકૃત્વવિતર્ક વિચાર ૨. એકત્વવિતર્ક અવીચાર ૩. સૂક્ષ્મકિયા પ્રતિપાતી
૪. બુછિન્નક્રિયા અપ્રતિપાતી શુક્લધ્યાન એ શુદ્ધ નિર્વિકલ્પ ધ્યાનની ચરમસીમા છે. જેને અનુભવ સર્વોચ્ચ કક્ષાના મુનીશ્વરને જ થાય છે. આ ધ્યાન છ0 મનુષ્યના જ્ઞાનને વિષય નથી. વર્તમાન કાળે આ ક્ષેત્રે તેના અનુભવની સંભાવના જ્ઞાનીઓએ સ્વીકારી નથી. તેથી અત્રે તેને વિસ્તાર કરેલ નથી. આ વિષયના વિશેષ પરિજ્ઞાન માટે પૂર્વાચાર્યોકૃત ગ્રંથનું અવલોકન કરવા વાચકને વિનંતી છે.
શુક્લધ્યાનની પરમદશાનું વર્ણન જ્ઞાનીઓ કરી શક્યા નથી. અનંત ચતુષ્ટય ત્યાં પ્રગટપણે, સહજરૂપે વહે છે. અનંત અવ્યાબાધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org