________________
૪
ધ્યાન : એક પરિશીલન
આત્મા ભોક્તા છે,—નિજ કર્મના કર્તા હેાવાથી ભાક્તા. નિશ્ચયથી નિજસ્વરૂપના ભોક્તા છે. તેના મોક્ષ છે,— મુક્તત્મા-શુદ્ધ આત્મસ્વરૂપ વિભાવના કર્તાપણાથી અને કર્મફળના ભક્તાપણાથી સંપૂર્ણ મુક્તિ. મેાક્ષના ઉપાય,– સભ્યજ્ઞાન દર્શન, ચારિત્રાદિ ઉપાય છે.
આમ મેાક્ષ અર્થાત્ શુદ્ધાત્મા અને અશુદ્ધાત્માની આડે આવે છે કર્મની પરંપરા. કર્મસંસ્કારયુક્ત આત્મા સંસારી છે અને તેનાથી મુક્ત આત્માક્ષસ્વરૂપ છે. અશુદ્ધાત્માને શુદ્ધ થવા ધર્મધ્યાન · અવલંમન છે. શુધ્યાન તે મેાક્ષરૂપ અવસ્થા છે.
મૂળ દ્રવ્યે શુદ્ધ એવા આત્મા અશુદ્ધ કેમ થયા? કચારે થયા ? તેવા પ્રશ્ન કદાચ ઊઠે તો પ્રથમ વિચારવું કે આજે જીવની જે દશા છે તે કેવી છે? શુદ્ધ છે કે અશુદ્ધ છે? જીવને રાગાદિનાં પરિણામ થાય છે તે અશુદ્ધ દશા છે, તે સંસ્કારેા પૂર્વના છે; એમ પૂર્વના, પૂર્વના વિચારતાં સમજાશે કે આત્મા અનાદિકાળથી અશુદ્ધપણે જગતમાં પરિભ્રમણ કરે છે. શાસ્ત્રના પ્રમાણથી તે વાત વધુ ઊંડાણથી વિચારી લેવી જરૂરી છે.
આ જન્મના દાદાના દાદા કે તેમના પિતાનું નામ ભાગ્યે જ · સ્મૃતિમાં છે, તેમ ભૂતકાળની સ્મૃતિ આજે નથી. જો કે ચિત્તની નિર્મળતા હોય અને આત્માને સ્વરૂપ વિષે ઊહાપોહ થાય તો જાતિસ્મરણજ્ઞાન વડે અમુક જન્મનું જ્ઞાન થવા સંભવ છે. છતાં એક વાત સ્પષ્ટ છે કે ભૂતકાળના સંસ્કાર પ્રાણીમાત્રના મનમાં રહેલા છે; તેને વશ થઈ જવાથી વર્તમાનની પ્રવૃત્તિ બન્યા કરે છે. વળી કોઈ ષ્ટિએ વિચારીએ તો દોષમય પ્રવૃત્તિ તે પૂર્વ કર્મ અને તેનું ફળ છે.
ખીજી રીતે જોઈએ તે પ્રકૃતિજન્ય સ ંસ્કાર એટલે કર્મ, તે કર્મમાત્ર બંધન છે. કર્મપ્રકૃતિએ સૂક્ષ્મપણે ક્ષણે ક્ષણે ઉદયમાં આવે છે. પિરણામ પામે છે અને શમે છે, એટલે કે પૂ" કર્મ ખરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org