________________
જૈનદર્શનમાં ધ્યાન
૩૭
ઉપર પ્રમાણેના પરિણામવાળું રૌદ્રધ્યાન મહા દુર્ધ્યાન છે. તે વડે જીવા નરકગામી થાય છે. જ્યાં સુધી અજ્ઞાની જીવ શુભ ભાવ કે શુભધ્યાનમાં સ્થિર નથી હોતા ત્યાં સુધી તે નિરતર આ બંને પ્રકારના દુોનમાં વષૅ કરે છે. અજ્ઞાનવશ દુર્ધ્યાનની હારમાળા ચાલ્યા જ કરે છે. તે ધર્મધ્યાનથી જ તેાડી શકાય છે. રૌદ્રધ્યાનનું આવું ભયંકર સ્વરૂપ જાણી ભવ્યજીવા ધ્યાનમાર્ગની રુચિ કરી શુભધ્યાનની ઉપાસના કરે છે.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રાગ-દ્વેષની તીવ્રતાથી જન્મે છે. વળી તીવ્ર રાગ-દ્વેષાદિ તે બંને અશુભધ્યાન સ્વરૂપ હોય છે. આમાંથી અનેક ગ્રંથિઓ, દ્વંદ્વ, સંઘ અને પૂર્વગ્રહો વગેરે માનવચિત્ત પર અંકિત થાય છે. વાસ્તવમાં તે અજ્ઞાની જીવમાત્ર એ અંને અશુભધ્યાનથી ગ્રસિત છે. તેમાંથી વૃત્તિ અને પ્રકૃતિનુ' સર્જન થાય છે, વળી તેમાંથી સ`સ્કાર ઘડાય છે. તે સંસ્કારોના સ્વકાળે – વિપાકકાળે સંગ્રહેલી વૃત્તિએ ઉદયમાન થાય છે; નિમિત્તાધીન અની ઉત્તેજિત થાય છે. અને તેમાંથી અંધ-અનુબંધની હારમાળા ચાલ્યા કરે છે. અનાદિકાળથી આમ બનતું આવ્યું છે.
ચિત્તપ્રદેશ પર અંકિત થયેલી વૃત્તિઓનુ એક વર્તુળ બન્યું રહે છે. જેમ કે કોઈ વ્યક્તિના સબંધમાં આવતાં, સયોગાધીન દ્વેષ ઉત્પન્ન થયા, તેમાંથી કેટલાક વ્યક્ત થયા, કેટલાક દખાયે, છતાં વૃત્તિ તેના સંસ્કાર મૂકતી ગઈ. તે ચિત્તપ્રદેશ પર અંકાઈ ગઇ, તેના સંસ્કાર વડે જીવને પેલા જીવની સ્મૃતિ થતાં દ્વેષભાવ સતાવશે, દબાયેલા દ્વેષ ત્યાં ઉત્તેજિત થશે. તેમ વૃત્તિનું વર્તુળ રચાય છે. તે પ્રકારે કામાદિ દરેક વિષય અને કષાય માટે સમજવું. આવાં પિરણામે તે આ-રૌદ્રરૂપી અશુભધ્યાન છે.
દેહજનિત સુખબુદ્ધિથી, સ્વાર્થ જેવા વિભાવાથી કે સંઘર્ષના પ્રતિભાવાથી પાછા વળી શુભકાર્યો, શુભક્રિયા, શુભચિંતન કે શુભભાવમાં પ્રવૃત્ત રહેવું તે ધર્મધ્યાન પ્રત્યેનું વલણ છે, તે શુભધ્યાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org