________________
૩૮
ધ્યાનઃ એક પરિશીલન પ્રથમ આર્તરોદ્રધ્યાનથી છૂટવા શુભધ્યાનની પ્રક્રિયામાં જવું જરૂરી છે, તેથી તે ઉપાસવા ગ્ય છે. પરંતુ અંતે તે શુભઅશુભ બંને ધ્યાનથી ઉપર ઊઠી આત્મભાવમાં સ્થિર થવાનું છે. સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રમાં શુદ્ધપણે, અત્યંતપણે રમણ કરવું તે શુદ્ધધ્યાન છે જે ધ્યાનમાર્ગની અંતિમ અવસ્થા છે અને સાતિશય દેહાતીત દશા છે.
- આર્તધ્યાન–અશુભધ્યાન સંસ્કારનું બળ જેટલું વધુ તેટલાં તેનાં મૂળ ઊંડાં હોય છે, એટલે જ્ઞાની પુરુષોએ એક ન્યાયે એમ કહ્યું છે કે સમ્યગદષ્ટિ પ્રાપ્ત થતાં પહેલાં સાધક ધર્મક્રિયા કરે ત્યારે પણ તે આર્તધ્યાનમાં ઊભે હોય છે. મિથ્યાત્વ જતાં સુધી આવું બને છે. શુભક્રિયામાં શુભભાવ હોય તે પણ તે મુક્તિનું કારણ નથી. કવચિત્ સુગતિનું કારણ હોઈ શકે, તેથી તેનાથી ઉપર ઊઠી આત્મલક્ષે સાધના કરવી જરૂરી છે. ૩. ધમયાનના પ્રકારો
ધર્મધ્યાનના ઘણા પ્રકાર છે. વાસ્તવિકપણે ધર્મધ્યાનને અધિકારી સમ્યગદષ્ટિ આત્મા છે.
ધર્મધ્યાન પરંપરાએ મોક્ષનું કારણ હોવાથી આદરવા ગ્યા છે. તેના ૧. ચિંતનરૂપ, ૨. રુચિરૂપ, ૩. આલંબનરૂપ, ૪. અનુપ્રેક્ષારૂપ, ૫. ભાવનારૂપ વગેરે પ્રકારે શાસ્ત્રમાં વિસ્તારથી દર્શાવ્યા છે. સામાન્ય વાચકને સમજાય તેમ અહીં તેને સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.
જૈનદર્શનમાં ધર્મધ્યાન એ કેવળ નિર્વિકલ્પ કે નિર્વિચારદશા નથી. અશુભધ્યાન, અશુભવિચાર, અશુભચિંતન કે અશુભભાવથી મુક્ત થવા શુભધ્યાન, શુભવિચાર, શુભચિંતન કે શુભભાવમાં મનને રોકવા માટે, સ્થિર કરવા માટે આ ધર્મધ્યાનના વિવિધ પ્રકારો પ્રકાશ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org